Kolkata Police Filed Charge-sheet Against Mohammed Shami
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ પહેલા ફરી મુશ્કેલીમાં ફસાયો મોહમ્મદ શમી, કોલકાતા પોલીસે દાખલ કરી ચાર્જશીટ

વર્લ્ડ કપ પહેલા ફરી મુશ્કેલીમાં ફસાયો મોહમ્મદ શમી, કોલકાતા પોલીસે દાખલ કરી ચાર્જશીટ

 | 6:38 pm IST

ભારતીય ટીમનાં ઝડપી બોલર મોહમ્મદ શમીની મુસીબતો અટકવાનું નામ નથી લઇ રહી. મોહમ્મદ શમી સામે હવે કોલકાતા પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. કોલકાતા પોલીસે શમી અને તેના ભાઈ સામે તેની પત્ની હસીન જહાં દ્વારા નોંધાવવામાં આવેલા એક કેસનાં આધાર પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. શમી વિરુદ્ધ IPCની કલમ 498A (દહેજ ઉત્પીડન) અને કલમ 354A (જાતીય શોષણ)ને લઇને કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે તેના ભાઈ પર કલમ 354 (જાતીય શોષણ)ની અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

ગયા વર્ષે હસીન જહાંએ પોતાના પતિ અને ક્રિકેટર મોહમ્મદ શમી પર શારીરિક શોષણ કરવાનો આરોપ અને તેને દગો આપ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ હસીન જહાંએ શમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગયા વર્ષે હસીન જહાંએ મોહમ્મદ શમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પોતાના ફેસબૂક પેજ પર શમી પર બેવફાઈનો આરોપ લગાવતી પોસ્ટ કરી હતી.

આ ઉપરાંત હસીન જહાંએ કેટલાક સ્ક્રીન શૉટ પણ શેર કર્યા હતા. હસીન જહાંનો દાવો હતો કે આ સ્ક્રીન શૉટ શમી અન્ય છોકરીઓ સાથે ચેટ કરતો હતો તેના છે. હસીન જહાનાં કહ્યા અનુસાર મોહમ્મદ શમી અન્ય છોકરીઓ સાથે અતરંગ ચેટ કરતો હતો અને વિરોધ કરવા પર તેની સાથે મારઝુડ કરી હતી. આરોપો બાદ BCCIએ શમીનો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ રોકી દીધો હતો અને તેના પર રોક લગાવી દીધી હતી. જો કે BCCIની તપાસ બાદ શમીને ક્લીન ચીટ આપવામાં આવી અને તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.