આ ગુજરાતી યુવતીએ ઘર મોરે પરદેશીયા ગીત પર આગવી સ્ટાઈલમાં કર્યો ડાન્સ, વીડિયો ધડાધડ વાયરલ
કરણ જોહરની ફિલ્મ કલંક 19 એપ્રિલે 2019માં રિલીઝ થઈ હતી. જો કે ફિલ્મ કંઈ ખાસ ઉકાળી શકી ન હતી પણ તેના ગીતનો ક્રેઝ યુવાનોમાં ખુબ રહ્યો અને લોકો મન મૂકીને થીરક્યાં હતા. એ જ રીતે ગુજરાતીઓમાં પણ આ ફિલ્મના ગીત “ઘર મોરે પરદેશીયા’ને લઈ અલગ જ જૂનુન જોવા મળી રહ્યું છે. આ પહેલાં લવની ભવાઈ ફેમ આરોહી પટેલે”ઘર મોરે પરદેશીયા’ પર ડાન્સ કર્યો હતો. ત્યારે હવે ગુજરાતી ડાન્સર કોમલ ઠક્કરે આ ગીત પર પોતાની આગવી સ્ટાઈલમાં ડાન્સ કર્યો છે અને જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેમનું એક એક સ્ટેપ જોવાલાયક છે અને ચહેરાના એક્સપ્રેશન પણ લોકો વખાણી રહ્યા છે. તો અહીં જુઓ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન