Konkona Sen And Ranvir Shorey Officially Files For Divorce After Living Separately
  • Home
  • Featured
  • બોલિવૂડમાં વધુ એક કપલ્સનું લગ્ન જીવન થયું વેર-વિખેર, 10 વર્ષ બાદ આપ્યા એકબીજાને છૂટાછેડા

બોલિવૂડમાં વધુ એક કપલ્સનું લગ્ન જીવન થયું વેર-વિખેર, 10 વર્ષ બાદ આપ્યા એકબીજાને છૂટાછેડા

 | 10:49 am IST

બોલિવૂડ કપલ્સમાંથી એક કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી કાયદાકીય રીતે અલગ થઇ ગયા બન્નેના છૂટાછેડા થઇ ગયા લગ્નના 10 વર્ષ બાદ બન્નેએ એકબીજાનો સાથ છોડી અલગ રહેવાનો નિર્ણ કર્યો છે. વર્ષ 2015થી બન્ને રિલેશનમાં ન હતા. ફિલ્મ તિતલીના ટ્રેલર લોન્ચ પર રણવીર શૌરીએ સેપરેશનની ખબરને કંફર્મ કરી હતી. રણવીરે જણાવ્યું કે કોંકણાની સાથે તે રિલેશનમાં નથી. જોકે, આ સંબંધ તૂટવા પાછળ રણવીર શૌરીએ પોતાને જવાબદાર ગણાવ્યો હતો.

રિપોર્ટ્સ મુજબ કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીના છૂટાછેડા લગભગ એક કે બે મહિના પહેલા થવાના હતા. પરંતુ તારીખ કોઇ કારણોસર આગળ વધી ગઇ. 3 ઓગસ્ટની તારીખ બન્નેને આપવામાં આવી. પરંતુ કેટલીક કાર્યવાહીમાં મોડું થવાના કારણથી તારીખ ફરીથી 13 ઓગસ્ટ વધારી દેવામાં આવી. આ સુનાવણીમાં આ બન્નેને કાયદાકીય રીતે છૂટાછેડા આપી દીધા છે.

બન્નેએ શાંતિથી કાર્યવાહીને પુરી કરી.બન્ને અલગ-અલગ આવ્યા હતા અને છૂટાછેડા થયા બાદ બન્ને મિત્ર બનીને રહેશે. કોંકણા અને રણવીર શૌરીએ આ વર્ષના શરૂઆતમાં જ સહમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. આ બન્નેનો એક 6 વર્ષનો પુત્ર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન