કોન્ટા માયામી ઓપનમાં વિજેતા - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • કોન્ટા માયામી ઓપનમાં વિજેતા

કોન્ટા માયામી ઓપનમાં વિજેતા

 | 4:08 am IST

માયામી : માયામી ઓપનનાં મહિલા ટેનિસ મુકાબલાની ફાઇનલ મેચમાં બ્રિટનની નંબર વન ખેલાડી જોહાન્ના કોન્ટા ડેન્માર્કની કેરોલીના વોઝનિયાકીને ૬-૪, ૬-૩થી સીધા સેટમાં હરાવી ચેમ્પિયન બની હતી. આ સાથે જ તેણે માયામી ઓપનનું ટાઇટલ જીતનાર પ્રથમ બ્રિટિશ મહિલા ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ૧૯૭૭માં બ્રિટનની મહિલા ટેનિસ ખેલાડી ર્વિજનિયા વેડે વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું ત્યારબાદ કોન્ટાની જીતને મહિલા ટેનિસમાં બ્રિટન તરફથી સૌથી મોટી જીત માનવામાં આવે છે. આ ટૂર્નામેન્ટનાં અંતે વિશ્વ રેન્કિંગમાં કોન્ટાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું  છે જે તેણીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બે વર્ષ પહેલાં તેણીનેે ટોચનાં ૧૫૦ ખેલાડીઓમાં ભાગ્યે જ સ્થાન મળતંુ હતું પરંતુ પોતાની મહેનત અને કોચની સહાયતાથી તેણીએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

આ વિજયની સાથે તેણીએ ૯,૫૦,૦૦૦ પાઉન્ડની ઇનામી રકમ પણ મેળવી છે. આ તેણીની ટેનિસ કારકિર્દીનું સૌથી મોટુ ટાઇટલ રહ્યું છે. માયામી ઓપનને ગ્રાન્ડસ્લેમ પછી સૌથી મોટંુ ટાઇટલ માનવામાં આવે છે. આ કોન્ટાની ચોથી અને તેની હરીફ ખેલાડી વોઝનિયાકી માટે ટેનિસ કારકિર્દીની આ ૪૩મી ફાઇનલ મેચ હતી.  એક કલાક અને ૩૬ મિનિટ સુધી ચાલેલી આ મેચનાં પ્રથમ સેટમા એક સમયે સ્કોર ૪-૪ની બરાબરી પર હતો ત્યારે કોન્ટાએ વોઝનિયાકીની સર્વિસ તોડી સેટ ૬-૪થી જીત્યો હતો. બીજા સેટમાં પણ તેણે જોરદાર શરૂઆત કરી હતી. જો કે વોઝનિયાકીએ વળતી લડત આપી સ્કોર ૩-૩ની બરાબરી પર લાવી દીધો હતો પરંતુ કોન્ટાએ ત્યારબાદ વોઝનિયાકીને કોઇ પણ પણ તક આપ્યા વિના બે વખત તેણીની સર્વિસ તોડી સેટ, મેચ અને ટ્રોફી પોતાનાં નામે કરી હતી.