SBI બેંકને ધક્કો મારી કોટક મહિન્દ્રા બની દેશની બીજા નંબરની બેંક, આ બેંક છે પ્રથમ - Sandesh
NIFTY 10,601.10 +16.40  |  SENSEX 34,585.43 +134.66  |  USD 66.3000 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBI બેંકને ધક્કો મારી કોટક મહિન્દ્રા બની દેશની બીજા નંબરની બેંક, આ બેંક છે પ્રથમ

SBI બેંકને ધક્કો મારી કોટક મહિન્દ્રા બની દેશની બીજા નંબરની બેંક, આ બેંક છે પ્રથમ

 | 10:45 am IST

કોટક મહિન્દ્રા બેન્કેનું માર્કેટ કેપિટલાઈઝેશન SBI કરતા વધી ગયા છે. આવું પ્રથમ વાર થયું છે. આ રીતે માર્કેટ વેલ્યૂના સદર્ભમાં HDFC બાદ બીજા નંબરની બેંક બની ગઈ છે.

કોટલ મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે 2.23 લાખ રૂપિયા પર પહોચી ગયો છે. SBIનું માર્કેટ કેપ 2.22 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. HDFC બેંક 5.03 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યૂ સાથે બેન્કિંગ સેક્ટરનો બાદશાહ બનેલો છે.

ડિસેમ્બર 2017ના આંકડા પ્રમાણે કોટક મહિન્દ્રાના ડિપોઝિટ ગ્રાહકોની સંખ્યા 1.2 કરોડ હતી. માર્ચ 2017ની સરખામણીમાં તેમાં 50 ટકા વધારો થયો હતો. બેન્કના 811 એકાઉન્ટથી કસ્ટમર એક્વિઝિશન ખર્ચ તથા ગ્રાહકોને સર્વિસ આપવાના ખર્ચમાં ઘટાડો થયો છે.

છેલ્લા એક વર્ષમાં એસબીઆઇનો શેર 15 ટકા ઘટ્યો છે જ્યારે કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં 33 ટકા વધારો થયો છે. પ્રાઇવેટ સેક્ટરની ધિરાણકારો એચડીએફસી બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કમાં છેલ્લા એક વર્ષમાં 30 ટકા વધારો થયો છે

પીએસયુ બેન્કો બેડ લોન અને વધતા ડિફોલ્ટના કારણે નબળો દેખાવ કરી રહી છે. તેણે મોટી લોન આપવાનું બંધ કર્યું છે અને રિટેલ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાઇવેટ સેક્ટરની બેન્કો ઘણાં વર્ષોથી રિટેલ બિઝનેસમાં ફાયદો મેળવી રહી છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના એમડી રજત રાજઘરિયાએ જણાવ્યું કે, એસબીઆઇ સહિતની પીએસયુ બેન્કો નોન પરફોર્મિંગ એસેટથી પરેશાન છે. રોકાણકારો પ્રાઇવેટ કોર્પોરેટ ધિરાણકારોથી પ્રાઇવેટ રિટેલ ધિરાણકારો તરફ વળી રહ્યા છે જેના કારણે દર વર્ષે તેના શેર નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે.