KP Sharma Oli's Controversial Statement On Coronavirus In Inida
  • Home
  • Corona live
  • ચીનનાં મુકાબલે ઇન્ડિયન કોરોના વાયરસ ખતરનાક, નેપાળનાં PMનું વિવાદાસ્પદ નિવેદન

ચીનનાં મુકાબલે ઇન્ડિયન કોરોના વાયરસ ખતરનાક, નેપાળનાં PMનું વિવાદાસ્પદ નિવેદન

 | 4:42 pm IST

ભારત સાથે સીમા વિવાદ વચ્ચે નેપાળે નવો રાજકીય નકશો જાહેર કરતા વિવાદ ઉભો થયો છે. આ નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળી ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન નેપાળી વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કોરોના મહામારીને લઇને ભારતની વિરુદ્ધ એક મોટું નિવેદન આપ્યું છે.

ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

નેપાળી ભાષામાં આપેલા આ નિવેદનમાં ઓલીએ કહ્યું કે, ભારતથી જે લોકો નેપાળ આવ્યા છે તેમનામાં કોરોનાનાં ગંભીર લક્ષણો જોવા મળ્યા છે, જ્યારે ઇટાલી અને ચીનથી પરત ફરેલા નાગરિકોમાં કોરોનાનાં અપેક્ષાકૃત હળવા લક્ષણો જોવા મળ્યા છે. કેપી શર્મા ઓલીનાં આ નિવેદન પર અત્યારે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

નેપાળમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 400ને પાર

નેપાળમાં મંગળવારનાં કોરોના વાયરસથી સંક્રમણનાં 27 નવા કેસ સામે આવ્યાની સાથે દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 400ની પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય તેમજ જનસંખ્યા મંત્રાલયનાં પ્રમાણે ઝાપામાં 9, કપિલવસ્તુમાં 4, કાઠમાંડુમાં 3 અને સરલાહી જિલ્લામાં 2 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મોરાંગ, સુનસરી, ભક્તપુર, મકાવનપુર, રામેછાપ, લલિતપુર, સિંધુલી, લામજંગુ અને નવલપારસીમાં કોવિડ-19નાં એક-એક દર્દીઓ મળ્યા છે.

ભારતે કોરોના મહામારીની વચ્ચે નેપાળને 23 ટન દવાઓ મોકલી

નેપાળનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, આ સાથે જ નેપાળમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા વધીને 402 થઈ ગઈ છે. મંત્રાલયે જણાવ્યું કે કોરોનાથી સંક્રમિત મળેલા દર્દીઓની ઉંમર 17થી 42 વર્ષની વચ્ચે છે. આમાં 6 મહિલાઓ પણ સામેલ છે. ભારતે કોરોના મહામારીની વચ્ચે નેપાળને 23 ટન જરૂરી દવાઓ મોકલી છે. ભારતે જે દવાઓ મોકલી છે તેમાં 3.2 લાખ પૈરાસિટામોલ અને 2.5 લાખ હાઇડ્રોક્લોરોક્વીનનાં ડોઝ સામેલ છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ- વધુ એક પોલીસકર્મીનું કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન