NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શ્રીકૃષ્ણ સિવાય મહાભારતના આ પાત્રો પણ હતા દૈવી અવતાર

શ્રીકૃષ્ણ સિવાય મહાભારતના આ પાત્રો પણ હતા દૈવી અવતાર

 | 5:05 pm IST

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો – પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર એવા કૃષ્ણ, પાંડવોના પક્ષમાંથી અર્જુનના સારથી બને છે. આ યુદ્ધ દરમિયાન તેઓ અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા. ભગવાન કૃષ્ણની જેમ મહાભારતના અન્ય કેટલાક પાત્રો પણ દેવ અવતાર હતા. કયા કયા હતા તે પાત્રો જાણી લો તમે પણ.

બલરામ
શ્રીકૃષ્ણના ભાઈ બલરામ શેષનાગના અવતાર હતા. તેઓને કૌરવ તેમજ પાંડવ દાઉજી કહીને બોલાવતાં હતા. જો કે તેઓ મહાભારતમાં કોઈ તરફથી લડ્યા ન હતા. તેઓએ તટસ્થ રહી અને તીર્થયાત્રા પર નીકળી ગયા હતા.

ભીષ્મ
શ્રીકૃષ્ણ પછી પિતામહ ભીષ્મનું પાત્ર સૌથી વધુ ચર્ચિત હતું. પિતામહ ભીષ્મ પાંચ વસુઓમાંથી એક એવા ‘દ્યુ’ નામના વસુ હતા. તેમણે દેવવ્રત રૂપે જન્મ લીધો હતો.

દ્રોણાચાર્ય
કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય અત્યંત શક્તિશાળી અને પરાક્રમી યોદ્ધા હતા. તેઓને દેવગુરુ બૃહસ્પતિના અવતાર માનવામાં આવે છે.

કર્ણ
કુંતીએ લગ્ન પહેલાં કર્ણને જન્મ આપ્યો હતો. તેનો જન્મ સૂર્યના આશીર્વાદથી થયો હતો. માન્યતા છે કે કર્ણ તેના પૂર્વ જન્મમાં અસૂર હતો.

દૂર્યોધન
ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના સો પુત્રમાંથી સૌથી મોટો દુર્યોધન હતો. જો કે તેનું નામ સુયોધન હતો પરંતુ તેના કાર્યોના લીધે તેનું નામ દુર્યોધન થઈ ગયું. તે અને તેના ભાઈઓ પુલસ્ય વંશના રાક્ષસોના અંશ હતા.

અર્જુન
પાંડુનો પુત્ર અર્જુન દેવરાજ ઈન્દ્રનો અંશ હતો.

દ્રોપદી
મહાભારતનું સૌથી મજબૂત સ્ત્રી પાત્ર દ્રોપદી હતી. તેનો જન્મ ઈન્દ્રાણીના અવતાર તરીકે થયો હતો.

અશ્વત્થામા
અશ્વત્થામા ગુરુ દ્રોણના પુત્ર હતા, તેણે મહાકાલ, યમ, ક્રોધના અંશ તરીકે થયો હતો. પૌરાણિક કથાઓમાં અશ્વત્થામાને શિવના સૌથી મોટા ભક્ત કહ્યા છે.