Krishna Butter Ball Visit PM Modi With XiJinping In Mahabalipuram
  • Home
  • Featured
  • સાત હાથી પણ ના હલાવી શકયા, મોદી-શીની પાછળનો પથ્થર, રહસ્યથી ભરપૂર ગજબની કહાની

સાત હાથી પણ ના હલાવી શકયા, મોદી-શીની પાછળનો પથ્થર, રહસ્યથી ભરપૂર ગજબની કહાની

 | 10:44 am IST

તામિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ભવ્ય સ્વાગત કરીને ‘બંને એશિયન સિંહ’ની વચ્ચે સંબંધમાં ગરમાવો લાવીને જોરદાર કોશિષ કરી. વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને મહાબલીપુરમના મંદિરો અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ કરાવ્યા. બંને નેતાઓની એક તસવીર હવે સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે કૂતુહલનો વિષય બની ગયો છે. આ તસવીરમાં પીએમ મોદી અને શી જિનપિંગની પાછળ એક મોટો પથ્થર દેખાઇ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક રીતે આગળની તરફ ઝૂકેલો છે. આવો જાણીએ આ પત્થરનો ઇતિહાસ…

1300 વર્ષથી ટકેલો છે 250 ટન વજનનો ‘કૃષ્ણા બટર બોલ’

જો કે આ 250 ટન વજનનો પથ્થર ‘કૃષ્ણા બટર બોલ’ છે જે લગભગ 1300 વર્ષથી ભૂકંપ, સુનામી, ચક્રવાત સહિત કેટલીય કુદરતી આપત્તિઓની વ્ચચે પણ પોતાની જગ્યા પર સ્થિર છે. એટલું જ નહીં આ પથ્થરને હટાવવા માટે કેટલીય વખત માનવીય પ્રયાસ કરાયા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા. દુનિયાભરમાંથી મહાબલીપુરમ પહોંચનાર લોકો માટે કુદરતી પથ્થરમાંથી બનેલ કૃષ્ણા બટર બોલ આશ્ચર્યનું કેન્દ્ર બનેલું છે.

‘આકાશના ભગવાનનો પથ્થર’

કૃષ્ણા બટર બોલ એટલે કે વાનિરાઇ કાળ (આકાશના ભગવાનનો પથ્થર) એક પહાડની ઉપર આવેલ છે. 20 ફૂટ ઊંચા અને 5 મીટર પહોળો આ પથ્થર અંદાજે 250 ટન વજનનો છે. આ વિશાળકાળ પથ્થર પહાડ પર ખૂબ જ ઓછી જગ્યા પર ઉભો છે તેના પરથી એવું લાગે છેકે આ ગમે ત્યારે પડી શકે છે. આથી રિસ્ક ઉઠાવનારા લોકો જ આ પથ્થરની નીચે બેસે છે. આ પથ્થર અંદાજે 45 ડિગ્રીના સ્લોપ પર છેલ્લા 1300 વર્ષથી મહાબલીપુરમમાં છે.

પથ્થર પર ગુરૂત્વાકર્ષણ શક્તિ બેઅસર

આ પથ્થર પર ગુરૂત્વાકર્ષણની પણ કોઇ અસર નથી. બીજીબાજુ સ્થાનિક લોકોનું માનવું છે કે આ તો ઇશ્વરે આ પથ્થરને મહાબલીપુરમમાં મૂકયો હતો જે એ સાબિત કરવા માંગતો હતો કે તેઓ કેટલા શક્તિશાળી છે અથવા તો પછી સ્વર્ગથી આ પથ્થરને લાવ્યા હતા. તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પહાડ પોતાના કુદરતી સ્વરૂપમાં છે. ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે કે ધરતીમાં આવેલા કુદરતી ફેરફારના લીધે આ પ્રકારના અસામાન્ય આકારના પત્થરનો જન્મ થયો છે.

‘ભગવાન કૃષ્ણનું માખણ’

આ બધાની વચ્ચે હિન્દુ ધર્મના લોકોનું માનવું છે કે ભગવાન કૃષ્ણ મોટાભાગે પોતાની માતાની મટકીમાંથી માખણ ચોરી લાવતા હતા અને આ કુદરતી પથ્થર શ્રીકૃષ્ણ દ્વારા ચોરાયેલા માખણનો ઢગલો છે જે સૂકાઇ ગયો છે. કૃષ્ણા બોલને જોઇ એવું લાગે છે કે આ ગમે ત્યારે પડી શકે છે પરંતુ આ પથ્થરને હટાવા માટે છેલ્લાં 1300 વર્ષમાં કેટલાંયપ્રયાસ કરાયા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા. પહેલી વખત ઇ.સ. 630થી 668ની વચ્ચે દક્ષિણ ભારત પર શાસન કરનાર પલ્લવ શાસક નરસિંહ વર્મને તેને હટાવાનો પ્રયાસ કર્યો હતો.

સાત હાથી મળીને પણ ના હટાવી શકયા આ પથ્થર

1908ની સાલમાં બ્રિટિશ શાસન દરમ્યાન મદ્રાસના ગવર્નર આર્થર લાવલે તેને હટાવાનો પ્રયાસ શરૂ કર્યો. લાવલેને ડર હતો કે જો આ વિશાળકાય પથ્થર ગગડતા નાના કસ્બા સુધી પહોંચશે તો કેટલાંય લોકોના જીવ જઇ શકે છે. આથી તેના ઉકેલ માટે ગવર્નર લાવલે સાત હાથીઓની મદદથી તેને હટાવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ આ પથ્થર ટસનો મસ ના થયો. આખરે ગવર્નર લાવલેને હાર માનવી પડશે. હવે આ પથ્થર સ્થાનિક લોકો અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

આ વીડિયો પણ જુઓ – PM મોદી અને પ્રેસિડેન્ટ શીં જીનપીંગ ગેલેરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન