કૃષ્ણ ભગવાનનાં મુકુટને ગુલમહોરનાં ફૂલોથી સજાવવામાં આવે છે - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • કૃષ્ણ ભગવાનનાં મુકુટને ગુલમહોરનાં ફૂલોથી સજાવવામાં આવે છે

કૃષ્ણ ભગવાનનાં મુકુટને ગુલમહોરનાં ફૂલોથી સજાવવામાં આવે છે

 | 1:52 am IST

છાયાદાર વૃક્ષોનું આપણે ત્યાં આદિકાળ મહત્ત્વ રહ્યું છે. પ્રારંભથી ઘર અને રસ્તાના કિનારે વૃક્ષ લગાવાની પરંપરા છે. ગુલમોહર એવું જ છાયાદાર વૃક્ષ છે. જે શોભા અને છાંયડો બંનેની દ્રષ્ટિએ ઉપયોગી છે. તેનું મુખ્ય આકર્ષણ તેના ફૂલો છે. વૃક્ષનો એવો કોઇ ભાગ નથી હોતો કે જ્યાં ફૂલો ન આવ્યા હોય. આ વૃક્ષ ખૂબ જ ઓછા સમયમાં મોટંુ થઇ જાય છે. તે થોડા સમય માટે જ પાનખરનો શિકાર રહે છે. બાકી તે આખું  વર્ષ પત્તાઓથી આચ્છાદિત રહે છે. વરસાદની ઋતુમાં તેને લગાવવામાં આવે તો તે જલદી ઊગી જાય છે, જોકે તેની કલમ પણ લગાવી શકાય છે. ઉષ્ણ તટીય ક્ષોત્રોમાં તે ખૂબ જ જલદી ઊગી જાય છે અને ફલે ફાલે છે. તેના ફૂલો પરથી મધમાખી મકરંદ ગ્રહણ કરે છે અને તેનાથી પરાગણ પણ થાય છે.

ભારતમાં ગુલમહોરનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે. તેનું સંસ્કૃત નામ “રાજ-આભરણ” છે, જેનો અર્થ થાય છે રાજવી આભૂષણોથી શણગારેલ વૃક્ષ. શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાના મુકુટને ગુલમહોરના ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવે છે. તેથી સંસ્કૃતમાં તેને “કૃષ્ણ ચૂડ” પણ કહેવામાં આવે છે. ભારત સિવાય તે યુરોપ, નાઇજિરિયા, શ્રીલંકા , ઓસ્ટ્રેલિયા તેમજ અમેરિકાના ફ્લોરિડા, બ્રાઝિલમાંથી ખૂબ જ મળી આવે છે. તેમજ માયામીમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, ત્યાં સુધી કે લોકો તેમનો ર્વાિષક ઉત્સવ પણ ત્યારે જ ઉજવે જ્યારે ત્યાં ગુલમહોર પર ફૂલ આવાનું શરૂ થાય છે. મૂળ તો ગુલમોહર એ માડાગાસ્કરનું વૃક્ષ છે. તેનું વાનસ્પતિક નામ ડેંલોક્સિ રેજિયા છે. ૧૬મી શતાબ્દીમાં પુર્ટોગલ્સે તેને માડાગાસ્કરમાં જોયંુ હતું. ફ્રાંસિસ લોકો તેને “સ્વર્ગનું ફૂલ” માને છે. લગભગ સૌથી વધારે આકર્ષક નામ તેમને જ આપ્યું છે. અને વાસ્તવમાં પણ તેને “સ્વર્ગનું ફૂલ” નામથી જ જાણવામાં આવે છે. ૧૮મી શતાબ્દીમાં ફ્રેંચ કિટીસના ગવર્નર કાંઉટી ડી. પોએંશી એ તેનું નામ બદલીને (પોતાના નામ સાથે મળતું-જુળતંુ નામ આપ્યું.) પોઇંશિયાના નામ આપ્યું હતું. રોયલ પોઇશિંયાના થી વધારે તે “ફલેમ ટ્રી” નામથી જાણીતું છે. ગુલમહોરના મુખ્યત્વે બે રંગ છે એક લાલ અને બીજો નારંગી. ૧૩ સે.મી જેટલંુ તેના ફૂલોનો આકાર હોય છે. તેની છટા અને રંગથી લોકો તેના તરફ આકર્ષાય છે.

ગુલમહોરનું આયુર્વેદિક મહત્ત્વ..

ગુલમહોરની છાલ અને બીજનું આયુર્વેદિક રીતે ખૂબ જ મહત્ત્વ છે. માથાના દુખાવા અને પાચન માટે આદિવાસી લોકો તેની છાલનો પ્રયોગ કરતા હોય છે. ડાયાબિટીસની કેટલીક આયુર્વેદિક દવાઓમાં પણ ગુલમહોરના બીજને અન્ય જડી-બુટ્ટીમાં મેળવીને ઉપયોગ કરવામાં આવે છે. તેની છાલનો ઉપયોગ મલેરિયાની દવામાં પણ કરવામાં આવે છે. એવી કેટલીય દવાઓ બજારમાં મળી આવે છે કે જેનામાં કોઇપણ રીતે તેની છાલ અને બીજનો ઉપયોગ થતો હોય. હોળીના રંગ બનાવવામાં ગુલમહોરના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.

ગુલમહોરના વૃક્ષને શુકનિયાળ માનવામાં આવે છે. તે મનની પવિત્રતા સાથે જોડાયેલ છે તેને ઘરનાં આંગણામાં ઊગાડવામાં આવે તો તે માનસિક શાંતિ આપે છે. સજાવટી વૃક્ષોમાં ગુલમહોર જેવું વૃક્ષ અન્ય કોઇ નથી. તેના ફૂલોની શોભાનું વર્ણન સાહિત્યમાં પણ જોવા મળે છે.

[email protected]