કૃષ્ણમાસમાં રિલીઝ થયેલી ફ્મિનિસ્ટ કલ્પનાત્મક વીરકથા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કૃષ્ણમાસમાં રિલીઝ થયેલી ફ્મિનિસ્ટ કલ્પનાત્મક વીરકથા

કૃષ્ણમાસમાં રિલીઝ થયેલી ફ્મિનિસ્ટ કલ્પનાત્મક વીરકથા

 | 12:52 am IST

મૂવી રિકોલ

પાંદડા ઓઢીને જંગલમાં રહેતા આદિમાનવની પછીની પેઢીઓને ચંદ્ર ઉપર જવાની કંઈ જરૂર ન હતી. પણ હવે ચંદ્ર ઉપર જવું આઉટ ઓફ ફ્શન લાગે છે અને મિશન ટુ માર્સ ઈઝ નેક્સ્ટ કુલ થિંગ. આજની ફ્લ્મિની વાર્તા એવી છે કે તે જોયા પછી સરેરાશ પ્રેક્ષકને અનુભૂતિ થશે કે આ વાર્તાની તો આપણને જરૂર હતી. શું કામ ઇસપની બોધકથાઓમાં કે પંચતંત્ર વાર્તાઓમાં આ પ્રકારની વાર્તા જોવા મળતી નથી અને અગર જો હોય તો તે મુખ્યધારામાં કેમ ન આવી? ‘આલ્ફ’ એક અમર બાળવાર્તા બની શકવાની તાકાત ધરાવતી ફ્લ્મિ છે, પરંતુ હકીકતમાં તે મોટેરાઓની ફ્લ્મિ છે.

આદિમાનવ ઝાડના લાકડાને ગબડાવતો ગયો અને અનાયાસે પૈડું શોધી નાખ્યું. ચકમક વડે આગ પ્રગટાવતો ગયો. આવી શોધોથી તેની જિંદગી સરળ બનતી ગઈ અને ઉત્ક્રાંતિનો દૌર આગળ ચાલતો ગયો. પણ જો આ જ માનવે વસુંધરા ઉપર શ્વસી રહેલા બીજા અનેક રાની પશુઓ સાથે વાટાઘાટ ન કરી હોત તો? જાનવરો સાથે તાદાત્મ્ય સાધતા ન શીખ્યો હોત તો? તો શું તે આગળ વધી શક્યો હોત? માનવનો વિકાસ થઇ શક્યો હોત? આ સવાલ અને નૃવંશશાસ્ત્રનો છે અને તેમાં મતમતાંતરનો પુરતો અવકાશ છે, પરંતુ પ્રાથમિક ધોરણે પી.એચ.ડી. કર્યા વિના આપણને એટલી ચોક્કસ ખબર પડે કે પ્રાણીઓના સાથ સહકાર વિના જગત અત્યારે જેવું દેખાય છે એવું ન હોત. પ્રાણીઓના સાથ વિના માણસનો વિકાસ આ સ્તર ઉપર આવીને ન પહાંચ્યો હોત. આ હકીકત પછી સવાલ થવો જોઈએ કે ઈતિહાસમાં એવી તે કઈ રમ્ય ઘડી હશે જ્યારથી માણસ પશુને પોતાનો શાગીર્દ માનવા લાગ્યો?

આ સવાલ આજ સુધી કેટલા વાચકોને થયો હશે? કે એવું તો શું બન્યું હશે કે કોઈ ચોપગું પ્રાણી બેપગા આદમીની નજીક પ્રેમથી આવે? આ સવાલ વ્યાજબી એટલા માટે છે કે પાષણયુગથી પણ પહેલાનો આદિમાનવ જમીની કંદ ખાઈને ગુજારો કરતો, પરંતુ એક્સ્ટ્રીમ વાતાવરણમાં કે જ્યાં પુષ્કળ ઠંડી કે અતિશય ગરમીનો કાળો કેર વર્તાતો હોય ત્યારે તો તેને જાનવરનો શિકાર કરીને તેના મરેલા શરીરના માંસ ઉપર જ મદાર રાખવો પડતો. તે સમયના પ્રાણીઓના સરેરાશ કદ પણ આજના પ્રાણીઓના કરતાં વધુ મોટા હતા. શિકાર-શિકારીનો રોલ ઘણી વખત અદલબદલ થઇ જતો અને માટે પ્રાણીઓ અને માણસો વચ્ચે એકબીજા ઉપર આક્રમણ કરવાની હરીફઈ પેઢીઓની પેઢીઓ સુધી ચાલતી જ રહી. એકબીજાને દુશ્મન માનતી બંને જાતિઓ વચ્ચે મૈત્રીભાવની કલ્પના પણ એ સમયના જનુની માનવો કરી શકતા નહિ. આગનો ઉપયોગ પણ ખોરાક રાંધવા ઓછો અને રાતે વિકરાળ જાનવરને ભગાડવા વધુ થતો હતો. તો આવા કઠોર સંજોગોમાં કયા માનવને સૌ પ્રથમ વિચાર આવ્યો હશે અને સાથે સાથે તેણે હિંમત પણ કરી હશે કે કોઈ પશુને પોતાનો દોસ્ત બનાવવો જોઈએ?

માણસ અને જાનવર વચ્ચેની દોસ્તીની કલ્પનાસભર વાર્તા કલ્પનાતીત ટ્રીટમેન્ટ સાથે ‘આલ્ફ’માં બતાવવામાં આવી છે. આલ્ફ ઘણી બધી રીતે આજકાલના સિનેજગત કરતાં જુદી પડતી ફ્લ્મિ છે. આજની દરેક ફ્લ્મિ માર્કેટિંગ અને લોંગ ટર્મ પ્લાનિંગનો એક ભાગ લાગશે. બધી ફ્લ્મિો હવે સીરીઝમાં આવે છે જેથી તેમનો ધંધો ચાલ્યે રાખે. માર્કેટેબલ ન હોય એવી કળાકૃતિઓ મેઈનસ્ટ્રીમમાં આવતી નથી કે આવી શકતી નથી. રીમેક અને રીમિક્સના જમાનામાં આલ્ફ ફ્લ્મિ જૂની પદ્ધતિ મુજબ રિલીઝ થઈ છે અને બનાવવામાં આવી છે છતાં, પણ તે મલ્ટીપ્લેક્સની ફ્લ્મિ છે. આઈમેક્સમાં જ જોવી જોઈએ તે પ્રકારના તેના દ્રશ્યો છે. અનંત સુધી પથરાયેલા બ્યુટીફૂલ પણ ડેન્જરસ લેન્ડસ્કેપ અને તારાથી ખચિત આકાશ. હર પળ મોત સામે ઝઝૂમવાને કાજે નિર્દયી રીતે ઉછેરવામાં આવેલા બાળકો અને પાષણયુગના માનવોનો ગુફવાસ. મહાકાય પ્રાણીઓ અને બંજર જમીન. ભાલાની જેમ ભોકાતું તીવ્ર તાપમાન અને યોગ્યતમની ચિરંજીવિતાનો ઝળુંબી રહેલો વણલખ્યો સિદ્ધાંત. સ્પેક્ટેકયુલર સિનેમાટોગ્રાફી (સીજીઆઈ/વીએફએક્સ સાથે જ સ્તો) અને દમદાર ટ્રીટમેન્ટમાં બનાવવામાં આવેલી એક સિંગલ લાઈન સિમ્પલ સ્ટોરી.

હાથમાંના ભાલાને બદલે છતી માંહ્યલા દિલથી વાર કરતો એક કિશોર છોકરો માનવોના એક કબીલાના મુખિયાનો દીકરો છે. બાયસન-ગોધાના ઝુંડ સાથે લડતા ઊંડી ખીણમાં જઈને પડે છે અને તેનો બાપ તેને મરેલો માની લે છે. જખમી હાલતમાં રહેલા કેદા ઉપર એક જંગલી વરુ હુમલો કરે અને બંનેની લડાઈમાં વરુ ખુદ ઘાયલ થઇ જાય. પછી બંને વચ્ચે અનુસંધાન સ્થપાય. એકબીજાને સમજવાના પ્રયત્નોના આરંભની શરૂઆત થાય.

‘આલ્ફ’ એટલે ફ્ક્ત ગ્રીક વર્ણમાળાનો પહેલો અક્ષર જ નહિ. આલ્ફ એટલે સૌથી સશક્ત. વરુના ઝુંડનું સૌથી સશક્ત પ્રાણી હવે આ છોકરાની સાથે છે, તેનું આજ્ઞાાકારી બની ગયું છે. હવે કુદરત ‘આલ્ફ’ બની છે અને આ બંને ‘બીટા’ બની ગયા. પહેલા બંનેએ એકબીજાથી બચવાનું હતું, હવે એકબીજાની સાથે રહીને બચવાનું છે. સ્ક્રીનપ્લે રાઈટિંગમાં પણ ચમક છે અને કલાકારોની એક્ટિંગમાં પણ. સરોવરમાં ડૂબી ગયેલા કેદાને મચાવવા મથી રહેલા વરુનું દ્રશ્ય અદ્દભુત છે. આ ફ્લ્મિ પરફ્ક્ટ નથી કે મહાન નથી. પણ અત્યારના પ્રોફ્શન કે પેશનને બદલે ફ્ક્ત ધંધો બની ગયેલા સિનેમામાં આ પ્રકારની ફ્લ્મિોની ખાસ જરૂર છે તે જરૂરનો અહેસાસ આ ફ્લ્મિ આપણને ખાસ કરાવે છે.

જુદી પ્રકારની ફ્લ્મિો બનાવનાર હ્યુજીસ બ્રધર્સ જેવી હિંમત બધામાં હોતી નથી. ડીઝનીના ઘરાનાની લાગે એવી ફ્લ્મિનું ટ્રેલર લોન્ચ કરવું, જેમાં પ્રેક્ષકોથી એ હકીકત છુપાવવી કે આખી ફ્લ્મિ સબટાઈટલમાં છે એ ડેરિંગ બધા દિગ્દર્શકોમાં નથી હોતું. વીસ હજાર વર્ષ પહેલાના માનવો અંગ્રેજી ભાષા ન બોલે, એ લોકો પોતાની ભાષા જ બોલે માટે અંગ્રેજીનો એક શબ્દ પણ નહિ સંભળાય. કમાલની ડોક્યુમેન્ટરીની ફ્લિ આપતી આ ફ્લ્મિમાં સંભળાતી ભાષા તૈયાર કરવા માટે એક નૃવંશશાસ્ત્રીને બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો આ હકીકત સિવાય બીજા ઘણાં કારણો છે કે અત્યારે ચાલી રહેલી નબળી ફ્લ્મિોની સફ્ળતા વચ્ચે આ મજબૂત ફ્લ્મિ તરફ દર્શકો પગ ઉપાડે! સવાલ એ થાય ખરો કે આ ફ્લ્મિ ફ્મિનિસ્ટ કઈ રીતે? તેના માટે આ ફ્લ્મિ જોવી પડે, ક્લાઈમેક્સ સુધી!

facebook.com/abhimanyu.modi.7