આ હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં ઈતિહાસ રચ્યો - Sandesh
  • Home
  • World
  • આ હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં ઈતિહાસ રચ્યો

આ હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં ઈતિહાસ રચ્યો

 | 1:13 pm IST

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારની રહેવાસી કૃષ્ણા કુમારી કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. કૃષ્ણા કુમારી મુસ્લિમ બહિમતિ ધરાવતા દેશ પાકિસ્તાનમાં પહેલી હિન્દુ મહિલા સેનેટર બની છે. સત્તાધારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ આ વાતની જાણકારી આપી હતી. 39 વર્ષીય કૃષ્ણા કુમારીને પીપીપીએ સિંધ વિધાનસભાના એક અલ્પસંખ્યક સંસદીય સીટના ઉમેદવાર બનાવ્યા હતાં.

આ બેઠક માટે 3 માર્ચે ચૂંટણી યોજાઈ હતી. કૃષ્ણા કુમારી પાકિસ્તાનના પહેલા એવા દલિત મહિલા છે જે સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. પાકિસ્તાનમાં બિન મુસ્લિમને સેનેટર બનાવવાનું શ્રેય પીપીપીને જ જાય છે. આ અગાઉ પણ પીપીપીએ 2009માં એક દલિત ડૉ, ખાટૂમલ જીવનને સેનેટર તરીકે ચુંટી કાઢ્યાં હતાં. ત્યાર બાદ 2015માં એન્જીનિયર જ્ઞાનીચંદને પણ સેનેટર બનાવ્યા હતાં.

રૂઢિચુસ્ત પાકિસ્તાનમાં મહિલાઓને રાજકારણમાં પ્રવેશ લગભગ ના બરાબર છે. પરંતુ પીપીપીએ અનેક મહિલોઓને રાજનીતિના શિખર પર પહોંચાડી છે. તેમાં દેશની પહેલી વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો, પહેલી વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર અને નેશનલ અસેમ્બલીની પહેલી મહિલા સ્પીકર ફહમિદા મિર્ઝાનો સમાવેશ થાય છે.

16 વર્ષની ઉંમરમાં થઈ ગયાં હતાં લગ્ન

1979માં સિંધના નગરપારકર જીલ્લાના એક ગામમાં જન્મેલી કૃષ્ણા કુમારીના માત્ર 16 વર્ષની વયે જ લગ્ન થઈ ગયાં હતાં. કૃષ્ણા સ્વતંત્રતા સેનાની રૂપલો કોહલી પરિવારમાંથી આવે છે. કૃષ્ણાના અપિજનોએ એક જમીનદારની ખાનગી જેલમાં લગભગ ત્રણ વર્ષ જેલની યાતનાઓ ભોગવી હતી. 1857માં જ્યારે સિંધ પર થયેલા બ્રિટિશ આક્રમણમ વિરૂદ્ધ રૂપલોએ પણ યુદ્ધમાં ભાગ લીધો હતો. ગરીબીની સ્થિતિમાં 9માં ધોરણમાં હતી ત્યારે જ કૃષ્ણાના લગ્ન લાલચંદ નામના વ્યક્તિ સાથે થયાં હતાં. જોકે લગ્ન પછી પણ કૃષ્ણાએ અભ્યાસ ચાલુ જ રાખ્યો. અને છેક 2013માં સિંધ યૂનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.