The statue which is worshipped by Meera has placed at Jagat Shiromani Temple
  • Home
  • Astrology
  • આ સ્થળે રાધાજી નહિં પણ મીરાં સાથે દેખાય છે કૃષ્ણજી

આ સ્થળે રાધાજી નહિં પણ મીરાં સાથે દેખાય છે કૃષ્ણજી

 | 4:01 pm IST

શ્રીકૃષ્ણ સામાન્ય રીતે હમેંશા રાધાની સાથે દેખાય છે. રાધા રાણી સાથે જ કૃષ્ણનું નામ લખવામાં આવે છે. પણ રાજસ્થાનમાં એક એવું મંદિર છે કે જેમાં દેવી રાધા નહિં પણ કૃષ્ણ સાથે તેમની ભક્ત મીરાબાઈ જોવા મળે છે. અહિં કૃષ્ણ અને મીરાંબાઈની પૂજા થાય છે.

આ મંદિર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલુંછે. આ મંદિરનું નામ જગત શિરોમણિ મંદિર છે. આમેરનું આ મંદિર પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરના નિર્માણ મહારાજા માનસિંહ પ્રથમ પત્ની મહારાણી કનકવતી પોતાના પુત્ર જગતસિંહની યાદમાં બનાવડાવ્યું હતું. આ મંદિરમાં મીરાબાઈ ભગવાન કૃષ્ણ તથા ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.

આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1599 શરૂ થયું અને 1608માં આ મંદિર બનીને તૈયાર થઈ ગયું. એનું નિર્માણ હિંદૂ વાસ્તુ શિલ્પ પર આધારિત છે. મહારાણીની ઈચ્છા હતી કે તેમના પુત્રને આ મંદિરના દ્નારા સદીઓ સુધી યાદ રાખવામાં આવે. તેથી જ આ મંદિરનું નામ જગત શિરોમણિ રાખવામાં આવ્યું છે. આ મંદિર આમેરના કિલ્લાની બિલકુલ પાસે છે.

જન્માષ્ટમી પર આ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ મંદિરને લઈને રાજસ્થાનમાં અનેક વાર્તાઓ છે. જેમાં કહેવાયું છે કે મંદિરમાં સ્થાપિત શ્રીકૃષ્ણની મૂર્તિ એ જ છે જેની પૂજા ખુદ મીરાબાઈ કરતા હતા. મુગલ સૈનિક શ્રીકૃષ્ણની આ પ્રતિમાનો નાશ કરી દેવા ઈચ્છતા હતા પણ આમેરના શાસકોએ તેની રક્ષા કરી હતી.

હવે આ મૂર્તિ જગત શિરોમણિ મંદિરમાં લગાવવામાં આવે છે. મંદિરમાં મીરાજીની મૂર્તિની સાથે જ આ મૂર્તિને રાખવામાં આવી છે. મીરાબાઈ એક રાજપૂત કન્યા હતા. જેમના વિવાગ રાજા ભોજની સાથે થયા હતા. પણ તેમને ભગવાન કૃષ્ણને જ પોતાના પતિ માની લીધાં હતા. તેથી અહિં શ્રીકૃષ્ણની સાથે તેમની પૂજા પણ અહિં થાય છે.