Krishna was Millennium hero, he also worshipped in greek as Heraclij
  • Home
  • Astrology
  • યૂનાનમાં ‘હેરાક્લીજ’ તરીકે પૂજાય છે કૃષ્ણ, જાણો કેમ

યૂનાનમાં ‘હેરાક્લીજ’ તરીકે પૂજાય છે કૃષ્ણ, જાણો કેમ

 | 5:01 pm IST

પોતાના અદમ્ય સાહસ, અસ્ત્ર શસ્ત્રની નિપૂણતા અને સામે વાળાને માત આપવાની કળાને કારણે કૃષ્ણ મથૂરાની નિકળી તે જમ્બુદ્ધિપ થઈને ગ્રીક સિવિલાઈઝેશનના એક ચમત્કારી દેવતા હેરાક્લીજ સ્વરૂપે પૂજાય છે. તેમને એટલા જ લોકપ્રિય અને પૌરાણિક બનાવે છે. કૃષ્ણ પોતાની લીલાઓને લઈને યૂનાની દાર્શનિકો- નિયાર્કસ, ઓનેસિક્રિટેસ. મગસ્થનીજ, પ્લૂટાર્ક અને સ્ટ્રેબોને એટલી હદે અભિભૂત કર્યા કે તેમણે કૃષ્ણ સાથેનું તાદાત્મ્ય તેમને પોતાના પ્રાચીન દેવતા હેરાક્લીજ દેખાયા. તેમણે એ સ્વરૂપે તેમણે કૃષ્ણને સ્થાપિત કરી દીધાં.

સિકંદરના સમકાલીન ગ્રીક ઈતિહાસકાર જણાવે છે કે પૌરસ સાથે યુદ્ધમાં લડતી વખતે સિકંદર હેરાક્લીજ એટલે કે કૃષ્ણની મૂર્તિને પોતાની સાથે રાખતા હતા. એક ઈતિહાસકારે લખ્યું છે કે સૌરસેનાઈ(શૂરસેન) રાજ્યની રાજધાની મેથોરા(મથૂરા) અને ક્લેઈસોબારા(કૃષ્ણાપુરા)ના નિવાસી હેરાક્સીજ દેવતાની આરાધના કરતા હતા. કેટલાંક વર્ષ પહેલાં યૂનાનની એક આર્કિયોલોજિકલ સાઈટ થી મળેલા બસો વર્ષ ઈસવીસન પૂર્વે મળેલી ગ્રીક સભ્ય્તાના સિક્કાઓ પર એક દેવતા કૃષ્ણની જેમ હાથમાં સુદર્શન ચક્ર લઈને અને ગદા અને હળ સાથેની છાપ વાળા હતા.

કૃષ્ણ એ સમયે એક મહાનાયક હતા. ભારત બહાર પણ તેમની કીર્તિ ફેલાયેલી હતી. તેમના વ્યક્તિત્વથી અંજાઈને અનેક સ્થળે તેમની પૂજા થતી હતી. તેમ કહેવું વધારે પડતું નહિં ગણાય. પુરાતત્વવિદોને મથુરાની પાસેના મોરા નામની જગ્યાએથી પહેલી ઈસ્વીસન સદીનો એક શિલાલેખ પ્રાપ્ત થયો છે. જેમાં તોષા નામની એક મહિલા દ્વારા પત્થરોમાંથી બનેલા એક મંદિરમાં કૃષ્ણ સહિત પાંચ વૃષ્ણિ વીરોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હોવાનું વર્ણન છે. આ શિલાલેકમાં એ વીરોને ભાગવતના સંબોધનથી નવાજવામાં આવ્યું છે. ભાગવત ધર્મના અનુયાયી કૃષ્ણની આરાધનાની સાથે સાથે બલરામ, કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન(રુક્ષ્મણિ માતા) અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ અને કૃષ્ણ અને જાંબુવતીથી ઇત્પન્ન પુત્ર સામ્બની ઉપાસના પણ કરતા  હોવાનું જણાવાયું છે. વાયું પુરાણમાં આ પાંચેયનો ઉલ્લેખ છે અને તેને પંચવીર તરીકે ઓળખવામાં આવે છે.

મહારાષ્ટ્રના નાનાઘાટથી મળેલા એક પુરાતત્વિક અભિલેખમાં વાસુદેવ કૃષ્ણ અને સંકર્ષણ એટલે કે બલરામની પૂજાનો ઉલ્લેખ મળે છે. કુષાણ સમયમાં વાસુદેવ કૃષ્ણની પૂજા ભારતના અલગ અલગ ભાગોમાં પ્રચલિત થઈ ચુકી હતી. કુષાણ વંશના રાજાઓ હુવિષ્ક વાસુદેવ ભાગવત ધર્મના અનુયાયી હતા. તમિલ પ્રદેશમાં ભાગવત ધર્મ તેમજ કૃષ્ણની પૂજાનો પ્રચાર-પ્રસાર અલવાર સંતો દ્વારા કરવામાં આવ્યો હતો. બાર અલવાર સંતોની મંડળીમાં એક માત્ર મહિલા સાધ્વી અંડાલ મીરાબાઈની જેમ જ કૃષ્ણની પ્રેમ દીવાની હતી.

આ તથ્યો અને અવશેષો અને સાક્ષ્યો પરથી એ સાબિત થાય છે કે કૃષ્ણ એ સમયે મહાનાયક હતા. ભારત બહાર પણ તે પૂજનીય હતા. તેમજ ભારતમાં છેક દક્ષિણ સુધી તેમની પૂજા થતી હતી.