Photo: Krissann Barretto Shared Beautiful Photos On Instagram
  • Home
  • Featured
  • Photos: રેડ બિકિનીમાં આ અભિનેત્રીએ એવા Pic શેર કર્યા કે ઠંડીમાં પણ લાગવા માંડશે ગરમી

Photos: રેડ બિકિનીમાં આ અભિનેત્રીએ એવા Pic શેર કર્યા કે ઠંડીમાં પણ લાગવા માંડશે ગરમી

 | 8:24 pm IST

ટીવી એક્ટ્રેસ કૃષ્ણન બૈરેટો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે ઘણીવાર પોતાની બૉલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. કૃષ્ણન બૈરેટો સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. થોડાક દિવસો પહેલા અભિનેત્રીની રેડ કલરની બિકિનીમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. ઇન્ટરનેટ પર તેની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

રેડ બિકિનીમાં કૃષ્ણન ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ પહેલા પણ કૃષ્ણન બિકિની તસવીરો શેર કરી ચુકી છે. પોતાના દરેક ફોટોશૂટમાં તે ઘણી જ કૉન્ફિડન્ટ જોવા મળે છે. કૃષ્ણનનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઇને લાગે છે કે તેને ફરવાનું ઘણું પસંદ છે. સમુદ્ર કિનારે તસવીરો વેકેશન ગૉલ્સ આપે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃષ્ણન બૈરેટોને ‘સસુરાલ સિમર કા’થી ઘણો જ ફેમ મળ્યો. શૉમાં તેના કેરેક્ટરનું નામ સંજના ભારદ્વાજ હતુ. કૃષ્ણન ‘કૈસી હૈ યારીયાં’, ‘યે હૈ આશિકી’, ‘યારોં કા ટશન’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘તૂ આશિકી’ જેવા શૉમાં કામ કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન