kriti kharbanda angry on air india for lost her luggage second time
  • Home
  • Featured
  • 2014માં સ્ટાફનું ખરાબ વર્તન અને હવે બે વખત સામાનની ચોરી, હીરોઈને Air India પર લાલચોળ થઈને કહ્યું…

2014માં સ્ટાફનું ખરાબ વર્તન અને હવે બે વખત સામાનની ચોરી, હીરોઈને Air India પર લાલચોળ થઈને કહ્યું…

 | 12:49 pm IST

બોલિવૂડ સ્ટારને ઘણી વખત પોતાની સફરમાં મુશ્કેલી આવતી હોય છે. હાલમાં જ એક અભિનેત્રી સાથે ચોરીનો બનાવ બની ગયો. એર ઈન્ડિયામાં મુસાફરી દરમિયાન અભિનેત્રી કૃતિ ખરબંદાનો સામાન ચોરી થઈ ગયો છે. એવામાં એર ઈન્ડિયા પર અભિનેત્રીએ ભડાસ કાઢી છે.

અભિનેત્રીએ ટ્વીટ કરી કે, ડિયર એર ઈન્ડિયા એકવાર ફરી મારો સામાન ચોરી થવા બદલ આપનો આભાર અને કદાચ તમારા સ્ટાફને થોડી મેનર્સ શીખવી જોઈએ. તો એર ઈન્ડિયાએ વળતો ઉત્તર આપ્યો કે, કૃપયા અમારી માફીનો સ્વીકાર કરો. અમને પર્સનલમાં તમારા સામાનનો રેફરન્સ નંબર મોકલી આપો. સાથે જ ફ્લાઈટની પુરી જાણકારી પણ મોકલો. જેથી કરીને અમે તપાસ કરી શકીએ.

તો ફરી સામે અભિનેત્રીએ જવાબ આપ્યો કે, હું તમારી માફી સ્વીકારીશ, પણ મારા બેગનો કોઈ અત્તોપત્તો નથી. અને તમારી એર ઈન્ડિયાની ટીમમાં એટલી પણ સહનશીલતા નથી કે, એ લોકો આ વિશે મારી સાથે વાત કરે અને મારા બેગ વિશે મને અપડેટ્સ આપે. ત્યારે એર ઈન્ડિયાએ કહ્યું કે- આપની બેગ મુંબઈથી ગોવા એરપોર્ટ પર આજે સાડા અગ્યાર વાગ્યે આવી રહી છે. આ પહેલા અભિનેત્રીએ 2014માં પણ એર ઈન્ડિયાના સ્ટાફ પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન