kriti sanon on costar varun dhawan changed after marriage
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્ન બાદ અભિનેતા વરૂણ ધવન કેટલો બદલાઈ ગયો, અભિનેત્રી કૃતિ સેનને કર્યો ખુલાસો

લગ્ન બાદ અભિનેતા વરૂણ ધવન કેટલો બદલાઈ ગયો, અભિનેત્રી કૃતિ સેનને કર્યો ખુલાસો

 | 6:23 pm IST
  • Share

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા કલાકારો છે જે હંમેશાં સારી બોન્ડિંગ શેર કરે છે અને સારા મિત્રો જ રહે છે. તેઓ તેમના અંગત જીવનમાં કેટલા પણ આગળ વધે પણ મિત્રતા એમની એમ જ રહે. વરુણ ધવન અને કૃતિ સેનન પણ આવા જ મિત્રો છે. બંને છેલ્લાં 6 વર્ષથી એક બીજાને ઓળખે છે. બંનેનું બોન્ડિગ વ્યક્તિગત મોરચે પણ એટલું જ ઉત્તમ છે કે જેટલું તે વ્યવસાયિક મોરચે સફળ છે. હવે જ્યારે વરુણ ધવનના લગ્ન થયા છે ત્યારે કૃતિ સેનન જણાવી રહી છે કે તેમનામાં શું પરિવર્તન આવ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં કૃતિએ કહ્યું કે અમારા બંને સાથે કામ કરવાના કુલ 6 મહિના થયા છે. અભિનેતા તરીકે અને વ્યક્તિગત રૂપે અમે બંને એક સાથે વૃદ્ધિ પામ્યા છીએ. હવે વરુણ પરિણીત છે. પરંતુ લગ્ન કર્યા પછી પણ તે વો જ છે. તે થોડો મોટો અને પરિપક્વ થયો છે. આ પ્રોજેક્ટમાં વરૂણ સાથે જોડાવા અંગે કૃતિએ કહ્યું કે ભેડિયા એક મોન્સટર કોમેડી ફિલ્મ હતી. અમે પહેલાં મળીને કરેલી ફિલ્મથી આ ફિલ્મ એકદમ અલગ હતી. તેથી અમે તેનો આનંદ પહેલા કરતાં વધારે માણ્યો.

જણાવી દઈએ કે વરુણ અને કૃતિએ વર્ષ 2015માં પહેલી વાર સાથે કામ કર્યું હતું. દિલવાલે ફિલ્મમાં બંને એક સાથે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં હતા અને લાંબા સમય પછી સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ વરુણ અને કૃતિની જોડી પણ પસંદ આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો