kriti sanon post about justice and fight for sushant singh rajput
  • Home
  • Featured
  • PHOTOS: સુશાંત મામલે કૃતિ સેનને કરી જોરદાર પોસ્ટ, નામ લીધા વગર અનેકને ભોંઠા પાડી દીધા

PHOTOS: સુશાંત મામલે કૃતિ સેનને કરી જોરદાર પોસ્ટ, નામ લીધા વગર અનેકને ભોંઠા પાડી દીધા

 | 6:07 pm IST

કૃતિ સેનન સુશાંત સિંહ રાજપૂતની સારી મિત્ર હતી. માર્કેટમાં વાત તો ત્યાં સુધી કરવામાં આવી રહી હતી કે બન્ને એકબીજાના રિલેશનમાં છે અને ડેટિંગ કરી રહ્યા હતા. કારણ કે તે બન્ને ઘણી જગ્યાએ એક સાથે જોવા પણ મળ્યા હતા. એ વચ્ચે જ્યારે સુશાંતનું મોત થયું ત્યારે કૃતિને મોટો આંચકો લાગ્યો હતો અને તેણે દર્દભરી પોલ્ટ પણ કરી હતી, ત્યારે હવે આટલા દિવસો બાદ ફરી એકવાર કૃતિએ પોસ્ટ શેર કરીને બધાને મુંજવણમાં મુકી દીધા છે. આ પોસ્ટમાં તેણે કોઈનું નામ તો નથી લીધું પણ ઘણું બધું કહી દીધું છે.

કૃતિ સેનને પોસ્ટમાં લખ્યું કે એ લોકો તમારા માટે લડ્યા પછી એક બીજા સાથે લડ્યા. ક્યારેય ન અટકે એવી ઉથપ-પાથલ શરૂ થઈ ગઈ છે. હવે એ તમારા વિશે નથી રહ્યું, આ તેના વિશે થઈ ગયું છે. શાયદ હંમેશા એનું જ હતું. હવે આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો સમજી રહ્યા છે કે કૃતિએ આ કોના પર ટાર્ગેટ કરીને વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન