kriti senon looking gorgeous in her latest instagram pics
  • Home
  • Photo Gallery
  • PHOTOS: પોકેટમની માટે મોડેલિંગ શરૂ કર્યું’તું અને આજે બની ગઈ બોલિવૂડની ટોપ અભિનેત્રી

PHOTOS: પોકેટમની માટે મોડેલિંગ શરૂ કર્યું’તું અને આજે બની ગઈ બોલિવૂડની ટોપ અભિનેત્રી

 | 4:13 pm IST

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કૃતિ સેનને હિરોપંતીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. અને ત્યારબાદ હવે કૃતિ સેનન બોલિવૂડનો એક જાણીતો ચહેરો બની ગઈ છે. કૃતિને તેના ઉત્કૃષ્ટ અભિનય માટે, ફિલ્મ ‘હીરોપંતી’ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો પુરસ્કાર પણ મળ્યો હતો.

હવે તે હાઉસફુલ 4માં જોવા મળવાની છે અને હાલમાં પુરજોશમા તેનો પ્રચાર ચાલી રહ્યો છે. એ દરમિયાન કૃતિના કેટલાક નવા ફોટો વાયરલ થઈ રહ્યા છે કે જેના લીધે પણ તે ચર્ચામાં છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં કૃતિએ ખુલાસો કર્યો હતો કે બોલિવૂડમાં તેનું આવવાનું સપનું જ ન હતું. તેણીએ ફક્ત પોકેટમની માટે મોડેલિંગ શરૂ કર્યું હતું. સાથે તેણીએ એમ પણ ખુલાસો કર્યો હતો કે, તેમના પિતાને તેનું મોડેલિંગ લાઇનમાં આવવાનું બિલકુલ ગમ્યું ન હતું.

કૃતિ સેનનના એજ્યુકેશનની વાત કરીએ તો તેણીએ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે. તે એ સમયે એક સારી ડાન્સર પણ હતી, પણ તેને અભિનય અને નાટકમાં રસ નહોતો. તો જુઓ તેના નવા ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન