હાર્દિક પંડ્યાના દીકરાને તેડીને ભાવુક થયો કૃણાલ, કહ્યું- હું મોટા પપ્પા બની ગયો

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ પિતા બની ગયો છે ત્યારબાદ તેના પરિવારમાં નાનકડા મહેમાનના સ્વાગતમાં કંઇ ઓછું આવવા દીધું નથી. હાર્દિક પંડ્યાના મોટાભાઇ કૃણાલ પંડ્યા પોતાના ભત્રીજાને ખોળામાં લઇ ખૂબ ખુશ થયો.
કૃણાલ પંડ્યાએ પોતાના ભત્રીજાને ખોળામાં લીધેલી એક તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. કૃણાલ પંડ્યાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખી. કૃણાલે લખ્યું, ખુશી…જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં! હું આ સુંદર બેબી બોયનો મોટા પપ્પા બની ગયો છું. અભિનંદન ભાઇ (હાર્દિક) અને નટ્સ (નતાશા). મોટા પપ્પા તને ખૂબ વ્હાલ કરે છે, નાનકડા ભત્રીજા.
Happiness which words can’t express! I'm a bade papa now to this beautiful baby boy 😘
Congratulations bhai and Nats 🤗
Bade papa loves you, little one ❤️ pic.twitter.com/XOqPi0V5Qr— Krunal Pandya (@krunalpandya24) August 1, 2020
પોતાના ભત્રીજા માટે કૃણાલ પંડ્યાએ લખેલી આ સુંદર પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાય રહી છે. હાર્દિક પંડ્યાની વાઇફ નતાશાએ આ પોસ્ટની કમેન્ટમાં દિલનું ઇમોજી મૂકયું છે.
આની પહેલાં ખુદ હાર્દિક પંડ્યાએ પિતા બન્યા બાદ પોતાના દીકરા સાથેની ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. તસવીરમાં તે પોતાના દીકરાને તેડેલો દેખાઇ રહ્યો છે.
ગયા ગુરૂવારે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતે પિતા બન્યાના ગુડ ન્યૂઝ સંભળાવ્યા હતા. તેની પત્ની નતાશા સ્ટાનકોવિક એ દીકરાને જન્મ આપ્યો.
આ વીડિયો પણ જુઓ : સંદેશ ન્યૂઝની સરયૂ નદી કિનારે સાધુ સંતો સાથે વાતચીત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન