આ અભિનેત્રી કલાકો સુધી બોયફ્રેન્ડ સાથે રૂમમાં પુરાઈ ગઈ હતી, મીડિયા પહોંચી જતાં થયો ડખો! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ અભિનેત્રી કલાકો સુધી બોયફ્રેન્ડ સાથે રૂમમાં પુરાઈ ગઈ હતી, મીડિયા પહોંચી જતાં થયો ડખો!

આ અભિનેત્રી કલાકો સુધી બોયફ્રેન્ડ સાથે રૂમમાં પુરાઈ ગઈ હતી, મીડિયા પહોંચી જતાં થયો ડખો!

 | 10:17 am IST
  • Share

નાના પડદાથી બોલિવૂડ સુધીની સફર કરી ચૂકેલી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝા આજે પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહી છે. ક્રિસ્ટલ તે અભિનેત્રીઓમાંની એક છે જેમને તેના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી. જો કે તેની લવ લાઈફ વિશે હંમેશા ચર્ચાઓ થતી રહે છે. એક સમયે ક્રિસ્ટલ એક જાણીતા ટીવી એક્ટર કરણ ટેકરને ડેટ કરી રહી હતી. પરંતુ આ સંબંધ વિશે તેમણે ક્યારેય ખુલ્લેઆમ વાત કરી ન હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેટિંગ દરમિયાન આ બંને એક સાથે જોવા મળ્યા હતા પરંતુ બંનેએ મીડિયા સામે આવવાનો ઈનકાર કરી દીધો હતો. એકવાર કરણ ‘નચ બલિયે 8’ હોસ્ટ કરી રહ્યો હતો, ક્રિસ્ટલ તેને મળવા સેટ પર પહોંચી હતી. તે જ સમયે, જ્યારે કરણે જોયું કે તેની આ મીટિંગ દરેકની સામે આવી શકે છે, ત્યારે તેણે મીડિયાથી બચાવવા ક્રિસ્ટલને મેક-અપ રૂમમાં બેસાડી દીધી.

બંનેએ નક્કી કર્યું કે મીડિયા ત્યાથી રવાના થઈ જાય પછી જ બંને સેટ છોડીને જશે. જ્યારે કેમેરામેનને આ વિશે જાણ થઈ અને તેણે કરણ તેમજ ક્રિસ્ટલને સાથે ઇન્ટરવ્યુ આપવા કહ્યું. પરંતુ કરણે ‘આ બધું મારી સાથે ન કરો’ એમ કહીને ના પાડી. એક અહેવાલ પ્રમાણે કરણે ના પાડી દીધા બાદ મીડિયા ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ કરણ અને ક્રિસ્ટલ સવારે 1:30 વાગ્યા સુધી મેકઅપ રૂમમાં રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન