Krystle Dsouza Shared Photo With Hardik Pandya
  • Home
  • Sports
  • Cricket
  • અભિનેત્રીએ હાર્દિક સાથે કર્યો ફૉટો શેર, યૂઝરે કહ્યું ‘કાળુ ભાઈ’ તો મળ્યો જડબાતોડ જવાબ

અભિનેત્રીએ હાર્દિક સાથે કર્યો ફૉટો શેર, યૂઝરે કહ્યું ‘કાળુ ભાઈ’ તો મળ્યો જડબાતોડ જવાબ

 | 7:03 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં ‘કૉફી વિથ કરણ’ વિવાદને કારણે ચર્ચામાં આવ્યા બાદ હાર્દિક પંડ્યા અત્યારે આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રી ક્રિસ્ટલ ડીસૂઝાએ સોશિયલ મીડિયા પર હાર્દિક સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, ત્યારબાદ અભિનેત્રીને ઘણા લોકોએ ટ્રોલ કરી હતી. એક વ્યક્તિએ રંગભેદી ટિપ્પણી કરતા હાર્દિકને નિશાન બનાવ્યો હતો. તેણે લખ્યું હતુ કે, ‘કાળૂ ભાઈ, તમે વેસ્ટઇન્ડીઝની વિશ્વ કપ ટીમમાં કેમ પસંદગી ના પામ્યા?’

ક્રિસ્ટલે ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા સાથેની એક તસવીર પોસ્ટ કરતા લખ્યું હતુ કે, ‘મેરે ભાઈ જૈસા કોઈ હાર્ડ ઇચ નહીં હૈ.’ જેવી તેણે આ તસવીર પોસ્ટ કરી ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતુ. ક્રિસ્ટલે વ્યક્તિને જવાબ આપતા લખ્યું કે, ‘તુચ્છ અને ધૃણાલાયક.’ તો અભિનેતા અપારશક્તિ ખુરાનાએ પણ એક વ્યક્તિને જવાબ આપતા લખ્યું કે, ‘મને લાગે છે કે તમારે આ પ્રકારની ટિપ્પણીઓ ના કરવી જોઇએ અને નિશ્ચિત રીતે આ પ્રકારની ભાષાનો ઉપયોગ તો બિલકુલ ના કરવો જોઇએ. અમે બધા હાર્દિકને પસંદ કરીએ છીએ, કેમકે તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તમારે વિશ્વ કપ પહેલા ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધારવો જોઇએ.”

ક્રિસ્ટલે ખુરાનાનાં જવાબ પર લખ્યું કે, ‘તમે યોગ્ય રીતે તમારી વાત રાખી. લોકો ઘણા જ તુચ્છતા અને ધૃણાથી ભરાયેલા છે, કેમકે તેઓ વિચારે છે કે સ્કીન પર બેસીને ટાઇપ કરવાથી તેઓ બચી જશે. મને લાગે છે કે ઘણીવાર અજ્ઞાનતા આશીર્વાદ જેવી હોય છે. આ લોકોનાં નિવેદન તેમના પ્રદર્શનમાં જરાય વિઘ્ન નહીં બને, પરંતુ તેમ છતા ધન્યવાદ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન