KSRTC Bus Driver Driving with a langur on steering wheel
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ડ્રાઈવરે ચાલુ બસે લંગુરને પકડાવી દીધું સ્ટિયરિંગ અને…

Video : ડ્રાઈવરે ચાલુ બસે લંગુરને પકડાવી દીધું સ્ટિયરિંગ અને…

 | 4:08 pm IST

કર્ણાટકમાં રાજ્ય પરિવહન વિભાગ (KSRTC)ની બસના એક ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બસ ડ્રાઈવર તેમાં સવાર અનેક જીંદગીઓ સાથે રીતસરની રમત કરી રહ્યો છે. વીડિયોમાં બસ ડ્રાઈવર સ્ટિયરિંગ પર એક લંગૂર (વાંદરા જેવું પ્રાણી)ને બેસાડી દે છે.

એટલુ જ નહીં ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી હાથ હટાવી લે છે અને બસ લંગુર જ ચલવી રહ્યો છે. ડ્રાઈવરને બસમાં બેઠેલા મુસાફરોના જીવની જાણે કોઈ કિંમત જ ના હોય તેમ તે બિંદાસ હસી રહ્યો છે અને બસ આખી એક લંગુરના હવાલે કરી દે છે. જોકે મુસાફરોનો જીવ જોખમમાં મુકવા બદલ ડ્રાઈવર કાર્યવાહી કરવામાં આવતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.