kuch kuch hota hai actress Sana Saeed Bold look photos
  • Home
  • Featured
  • Photos: કુછ કુછ હોતા હૈની અંજલીનો બોલ્ડ અવતાર, તસવીરો જોઈ તમે પણ કહેશો કે વાહ

Photos: કુછ કુછ હોતા હૈની અંજલીનો બોલ્ડ અવતાર, તસવીરો જોઈ તમે પણ કહેશો કે વાહ

 | 7:45 am IST

શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈમા અંજલીનો રોલ નિભાવી ખુબજ લોકપ્રિય થનાર સના સૈયદની ગ્લૈમરસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેઓ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને પ્રશંસકો સાથે તેની તસવીરો શેર કરે છે.

સના સૈયદ આ દરમિયાન યેલો આઉટફિટમાં નજર આવી રહી છે અને સ્ટાઈલિશ પોઝમાં તસવીરોએ આકર્ષણ જમાવ્યુ હતુ. સના ગ્લૈમરસ અંદાજને કારણે જાણીતી છે. આ પહેલા તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

બ્લેક આઉટફિટ હોય કે, ગ્રીન કે યેલો દરેક કલરના કપડામાં સના જલવા વિખેરી રહી છે. જો કે વેસ્ટર્ન આઉટફિટમાં તે વધારે દેખાય છે, જો કે દર્શકોને તેનું ટ્રેડિશનલ લુક પણ દર્શકોને ખુબજ પસંદ છે.

સનાએ 1998માં શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈથી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખની પુત્રી તરીકે અંજલીના પાત્રને જીવંત કર્યુ હતુ. ત્યારબાદ બાદલ અને હર દિલ જો પ્યાર કરેગા જેવી ફિલ્મોમાં નજર આવશે. વર્ષ 2012માં કરણ જૌહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ઈયરનો હિસ્સો હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન