કુઝનેત્સોવા-વેસ્નિના ઇન્ડિયન વેલ્સની ફાઇનલમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કુઝનેત્સોવા-વેસ્નિના ઇન્ડિયન વેલ્સની ફાઇનલમાં

કુઝનેત્સોવા-વેસ્નિના ઇન્ડિયન વેલ્સની ફાઇનલમાં

 | 2:46 am IST

ઇન્ડિયન વેલ્સ, તા.૧૮

ઇન્ડિયન વેલ્સની મહિલા સેમિફાઇનલનાં એક મુકાબલામાં રશિયાની બે વખત ગ્રાન્ડસ્લેમ વિજેતા સ્વેતલાના કુઝનેત્સોવાએ ચેક ગણરાજ્યની ત્રીજી ક્રમાંકિત કેરોલિના પ્લિસ્કોવાને ૭-૬, ૭-૬થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યાં તેનો સામનો તેના જ દેશની ૧૫મી ક્રમાંકિત એલિના વેસ્નિના સામે થશે જેણે ફ્રાન્સની ક્રિસ્ટીના મ્લેડેનોવિકને ૬-૩, ૬-૪થી સીધા સેટમાં હરાવી હતી.

પૂર્વ ફ્રેન્ચ અને યુએસ ઓપન વિજેતા કુઝનેત્સોવાએ એક કલાક અને ૫૭ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં પ્લિસ્કોવાને ૭-૬, ૭-૬થી હરાવી હતી. બંને ખેલાડીએ આ દરમિયાન ત્રણ વખત ર્સિવસ ગુમાવી હતી. પ્રથમ સેટમાં કુઝનેત્સોવા ૩-૦થી આગળ હતી. આ દરમિયાન તેણે બે વખત પ્લિસ્કોવાની ર્સિવસ તોડી હતી. પરંતુ ત્યારબાદ પ્લિસ્કોવાએ શાનદાર રમતનું પ્રદર્શન કરી બે વખત કુઝનેત્સોવાની ર્સિવસ તોડી સેટ ૬-૫થી લીડ મેળવી હતી. પરંતુ આ લીડ જાળવી રાખવામાં તે નિષ્ફળ ગઇ હતી અને કુઝનેત્સોવાએ સેટ ટાઇબ્રેકરમાં લઇ ૭-૫થી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ બંને ખેલાડીઓમાં ભારે ટકરાવ જોવા મળ્યો હતો. અને આ સેટ પણ ટાઇબ્રેકરમાં જોવા મળ્યો હતો. જેમાં અંતે કુઝનેત્સોવાએ ૭-૬થી જીતી લઇ મેચ પોતાનાં નામે કરી હતી.

અન્ય એક સેમિફાઇનલમાં રશિયાની ૧૫મી ક્રમાંકિત એલિના વેસ્નિનાએ ફ્રાન્સની ક્રિસ્ટીના મ્લેડેનોવિકને ૬-૩, ૬-૪થી સીધા સેટમાં હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એક કલાક અને ૨૫ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં વેસ્નિના પ્રથમ સેટમાં એક સમયે ૫-૦થી આગળ હતી. અહી મ્લેડેનોવિકે તેની ર્સિવસ બ્રેક કરીને સ્કોર ૩-૫ કર્યો હતો. પરંતુ અંતે વેસ્નિનાએ સેટ ૬-૩થી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ વેસ્નિના ૫-૧થી આગળ હતી ત્યારે ફરી એક વખત મ્લેડેનોવિકે તેની ર્સિવસ તોડી સ્કોર ૪-૫થી લઇ જવામાં સફળ રહી હતી. પરંતુ પ્રથમ સેટની જેમ આ સેટમાં પણ અંતે વેસ્નિનાનો જ વિજય થયો હતો.