Kulbhushan Jadhav case: ICJ hearings from today
  • Home
  • Featured
  • ICJમાં કુલભૂષણ જાધવના કેસની આજથી સુનવણી, ભારત ખોલશે પાકિસ્તાનની પોલ

ICJમાં કુલભૂષણ જાધવના કેસની આજથી સુનવણી, ભારત ખોલશે પાકિસ્તાનની પોલ

 | 9:37 am IST

કુલભૂષણ જાધવ કેસમાં હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારના રોજ સુનવણી શરૂ થશે. 18મી ફેબ્રુઆરીના રોજ શરૂ થનાર સુનવણી 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. સોમવારના રોજ પહેલાં રાઉન્ડની જિરહના સ્થાનિક પ્રમાણે અઢી વાગ્યે શરૂ થઇ સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે. જેમાં ભારત પોતાનો પક્ષ મૂકશે. જિરહના બીજા રાઉન્ડમાં એટલે કે 19મી ફેબ્રુઆરીના રોજ મંગળવારે બપોરે અઢી વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. જેમાં પાકિસ્તાન પોતાની વાત મૂકશે.

આ મામલામાં બીજા રાઉન્ડની જિરહ 20મી ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ચાલશે જેમાં ભારત પોતાનો પક્ષ મૂકશે. બીજા દિવસે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગ્યાથી 10.30 વાગ્યા સુધી પાકિસ્તાન પોતાની વાત મૂકશે. 20મી ફેબ્રુઆરીના રોજ ભારત પોતાનો જવાબી તર્ક રજૂ કરશે, જ્યારે પાકિસ્તાન 21મી ફેબ્રુઆરીના રોજ અંતિમ પક્ષ કોર્ટમાં નોંધાવશે. ભારતની તરફથી હરીશ સાલ્વે હેગ કોર્ટમાં વકાલત કરશે તો પાકિસ્તાનની તરફથી ખ્વાર કુરૈશીને હાજર થવાનું છે. પાકિસ્તાને આ કેસ માટે પોતાનું એક ખાસ દળ મોકલ્યું છે જેનું નેતૃત્વ ત્યાંના અટોર્ની જનરલ અનવર મંસૂર ખાન કરી રહ્યાં છે.

ઇન્ટરનેશનલ કોર્ટને ભારતનું કહેવું છે કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને કોન્સુલર એક્સેસ ના કરીને વિએના કોન્વેંશનનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે પાકિસ્તાન શરૂઆતથી કહેવાય છે કે જાધવની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઇ છે. આ દ્રષ્ટિથી કોન્સુલર એક્સેસનો અધિકાર આપી શકાય નહીં. પાકિસ્તાનનો એક તર્ક એ પણ છે કે તેનો ભારતની સાથે એક કરાર છે જેમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને કોન્સુલર એક્સેસ આપવાની જોગવાઇ કરી નથી.

આઇસીજેમાં આવતા ચાર દિવસ સુધી ચાલનાર સુનવણીમાં બે મુદ્દા પર ચર્ચા થશે. પહેલી વિએના સંધિના ઉલ્લંઘન અને બીજી સજા આપવાના મામલામાં પાકિસ્તાનનો અધિકાર ક્ષેત્ર શું છે. કોર્ટ બંને દેશોનો પક્ષ સાંભળ્યા બાદ પોતાનો અંતિમ ચુકાદો સંભળાવશે. કોર્ટમાં કુલભૂષણ જાધવનો મામલો 2016થી અટકેલો પડ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે જાધવની જાસૂસીના આરોપમાં 3 માર્ચ 2016ના રોજ બલુચિસ્તાન પ્રાંતથી ધરપકડ કરી હતી.

જાધવ પર આરોપ મૂકયા છે કે તેમણે ઇરાનના રસ્તે ગેરકાયદે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. ગયા વર્ષે 25મી માર્ચના રોજ પાકિસ્તાને જાધવનો એક કથિત ગુપ્ત નિવેદન રજૂ કર્યું જેમાં જાધવ આ કહેતા સંભળાય છે કે તેઓ ઇન્ડિયન નેવીના કાર્યરત અધિકારી છે અને તે સમયે તેઓ ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) માટે કામ કરી રહ્યાં હતા.

પાકિસ્તાનની તરફથી રજૂ કરાયેલા જાધવના કથિત ગોપનીય નિવેદનમાં એમ પણ સંભળાય છે કે તેઓ પાકિસ્તાની અવામ અને ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રકચરની વિરૂદ્ધ જાસૂસી કરી રહ્યા હતા. પાકિસ્તાને તેના પર આતંકવાદ ફેલાવા, ચીન-પાકિસ્તાન કોરિડોર અને ગ્વાદર પોર્ટની વિરૂદ્ધ ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યો છે. આ નિવેદનોના આધાર પર પાકિસ્તાની સૈન્ય કોર્ટે 10 એપ્રિલ 2017ના રોજ જાધવને મોતની સજા સંભળાવી હતી.

ભારત આ સજાની વિરૂદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ગયું છે, જ્યાં આ કેસની સુનવણી ચાલી રહી છે. ભારતે જાધવની વિરૂદ્ધ મોતની સજાને ખત્મ કરવા માટે મદદ માંગી છે. પાછલી સુનવણીમાં આઇસીજે એ પાકિસ્તાનને જાધવની વિરૂદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહીથી પ્રતિબંધ મૂકી દીધો. કોર્ટનું કહેવું છે કે આ કેસમાં જ્યાં સુધી અંતિમ નિર્ણય આવશે નહીં ત્યાં સુધી પાકિસ્તાન જાધવની વિરૂદ્ધ કોઇ કદમ ઉઠાવી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન