Kulbhushan Jadhav Case: Lawyer Harish Salve Welcomed ICJ Verdict
  • Home
  • Featured
  • કુલભૂષણ જાધવ કેસ મામલે પાકિસ્તાનને હરાવ્યા બાદ વકીલ સાલ્વેએ કહી આ વાત

કુલભૂષણ જાધવ કેસ મામલે પાકિસ્તાનને હરાવ્યા બાદ વકીલ સાલ્વેએ કહી આ વાત

 | 10:28 pm IST

કુલભૂષણ જાધવ મામલે ભારતને બુધવારે મોટી જીત હાંસલ થઈ છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવતાં પાકિસ્તાનને પુનર્વિચાર કરવા આદેશ કર્યો છે. આ મામલામાં મહત્વપુર્ણ ભૂમિકા પ્રસિદ્ધ વકીલ હરીશ સાલ્વેએ નિભાવી. કોર્ટના નિર્ણય બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં હરીશ સાલ્વેએ નિર્ણય અંગે વાત કરી હતી.

કુલભૂષણ જાધવ કેસ મામલે હરીશ સાલ્વેએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું, અને કહ્યું કે કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસીથી બચાવી દીધો છે. આ ઉપરાંત સાલ્વેએ કહ્યું કે, અમે નજર રાખીશું કે પાકિસ્તાન કુલભૂષણને લઈ નિષ્પક્ષ સુનાવણીનો મોકો આપે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો અમે ફરીથી કોર્ટના દ્વાર ખટખટાવીશું.

હરીશ સાલ્વેએ કહ્યું કે, આઈસીજેમાં પાકિસ્તાને કહ્યું કે ભારત આ મામલામાં સહયોગ નથી કરી રહ્યું. આઈસીજેએ પાકિસ્તાનના આ આરોપને ફગાવી દીધો હતો.

સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાન વારંવાર એક જ વાત દોહરાવતો હતો કે તેણે જે દાવો કર્યો હતો કે પાસપોર્ટ જાધવની પાસેથી જપ્ત કરાયો હતો, કોર્ટે પાકિસ્તાનના આ તર્કને ફગાવી દીધો હતો અને કહ્યું કે, જાધવની રાષ્ટ્રીયતા અનિશ્ચિત હતી.

ભારતે મે 2017માં પાકિસ્તાન પર વિયેના કન્વેન્શન ઉલ્લંઘનનો આરોપ લગાવતાં જાધવની મોતની સજાને નિલંબિત કરવાની વાત કહી હતી. પાકિસ્તાન પર જાધવને તેના અધિકારીઓને જાણકારી નહીમં આપવાના આરોપ લગાવ્યા ઉપરાંત, ભારતે એ પણ તર્ક આપ્યો હતો કે, પાકિસ્તાને કુલભૂષણને તેના અનુરોધો છતાં પણ ભારતના કાઉન્સિલર એક્સેસ પ્રદાન કર્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન