Kulbhushan Jadhav in ICJ, Verdic 2019 and Full Timeline of events
  • Home
  • Featured
  • ISI નું ષડયંત્ર અને ઈરાનનું કનેક્શન, જાણો પાકિસ્તાનની જાળમાં કેવી રીતે ફસાયા કુલભૂષણ

ISI નું ષડયંત્ર અને ઈરાનનું કનેક્શન, જાણો પાકિસ્તાનની જાળમાં કેવી રીતે ફસાયા કુલભૂષણ

 | 4:38 pm IST

ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં સંભળાવવામાં આવેલી ફાંસીની સજા વિરૂદ્ધ ભારતની અરજી પર બુધવારે આંતરરાષ્ટ્રીય કોર્ટ સુનાવણી કરશે. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી જાધવને ફાંસી આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

શું હતો આખો મામલો?

જાધવની 3 માર્ચ 2016માં પાકિસ્તાનને ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે, જાધવ ભારતની ગુપ્તચર સંસ્થા RAWનો અધિકારી છે. જ્યારે હકીકત એવી છે કે, જાધવ કાયદાકીય રીતે જ ઈરાનમં પોતાનો વ્યાપાર કરતા હતાં. 25 માર્ચ 2016માં પાકિસ્તાને એક પ્રેસ રિલીઝ મારફતે ભારતીય અધિકારીઓને જાધવની ધરપકડની જાણ કરી હતી.

ત્યાર બાદ પાકિસ્તાને જાધવના કથિત કબુલનામાનો એક વીડિયો જાહેર કર્યો હતો. ઘણા જાણકારોનું કહેવું છે કે, જાધવ પાસે બળજબારી પૂર્વક તેના આરોપો કબુલાવવામાં આવ્યા છે. વીડિયોમાં જાધવ કહે છે કે, તે ડિસેમ્બર 2001 સુધી ભારતીય નૌકાદળમાં હતા. ભારતમાં સંસદ પર થયેલા હુમલા બાદ ડોમેસ્ટિક ઈન્ટેલિજેન્સ મેળવવામાં આવી, ત્યાર બાદ તેમણે 2003માં ઈન્ડિયન ઈન્ટેલિજેન્સ સર્વિસ જોઈન કરી. જાધવ કહે છે કે, તેઓ ઈરાનના માર્ગે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપતા હતા.

વીડિયોમાં જાધવ એ પણ જબરજસ્તીથી સ્વિકારે છે કે, તેઓ 2013માં રૉમાં શામેલ થયા. ભારત સરકારે આ કથિત વીડિયો અને પાકિસ્તાનના તમામ આરોપોને ફગાવી દીધા હતાં. જોકે ભારતે એ વાત જરૂરથી કબુલી છે કે, જાધવ ભારતીય નાગરિક છે અને ભારતીય નૌકાદળમાં સેવા બજાવી ચુક્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જાધવ કાયદાકીય રીતે જ ઈરાનમાં પોતાનો વ્યાપાર કરી રહ્યાં હતાં. તેમણે પરાણે અતકાયતમાં લઈને હેરાન કરવામાં આવી રહ્યાં છે. ભારતનું કહેવું છેકે, જાધવને ઈરાનથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ભારતના એ સવાલનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે કે, જાધવ પાકિસ્તાન પહોંચ્યા કઈ રીતે?

જોકે ભારતના સવાલોનો પાકિસ્તાન પર કોઈ અસર નહોતી પડી અને તેણે જાધવને 10 એપ્રિલ 2017ના રોજ જાધવને દોષીત ઠેરવી પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી દીધી હતી. પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાધવને દેશ વિર્રૂદ્ધ ‘જાસૂસી અને વિધ્વંશક ગતિવિધિઓમાં શામેલ’ હોવાના આરોપસર દોષીત ઠેરવી દીધા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન