કાલે નાગપંચમી, આ રીતે ઘરે બનાવો બાજરીના લોટની સ્વાદિષ્ટ 'કુલેર' - Sandesh
  • Home
  • Food & Travel
  • કાલે નાગપંચમી, આ રીતે ઘરે બનાવો બાજરીના લોટની સ્વાદિષ્ટ ‘કુલેર’

કાલે નાગપંચમી, આ રીતે ઘરે બનાવો બાજરીના લોટની સ્વાદિષ્ટ ‘કુલેર’

 | 2:59 pm IST

કુલેર એક ઘી, ગોળ અને બાજરીનો લોટ (કે અન્ય લોટ) ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી વિશે…

સામગ્રી
– એક કપ બાજરીનો લોટ
– અડધો કપ ગોળ
– ઘી જરૂર મુજબ
 
રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાજરીનો લોટ ચાળી લો. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો. પછી બંનેને હાથની મદદથી જ બરાબર મિક્સ કરો. બને ત્યાં સુધી ગોળને સમારીને જ નાંખવો, જેથી જલ્દીથી ભેગા થશે. લોટના ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં ગરમ કરેલું ઘી રેડવું. ઘી રેડ્યા બાદ ફરીથી ગોળ, ઘી અને લોટ એમ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી. ત્યારબાદ હાથની મદદથી લાડુ વાળો. તો તૈયાર છે બાજરીના લોટની સ્વાદિષ્ટ કુલેર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન