NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પાછલા વર્ષે ગોવાની એક રેસ્ટોરન્ટમાં હતો વેટર, હાલ છે મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી

પાછલા વર્ષે ગોવાની એક રેસ્ટોરન્ટમાં હતો વેટર, હાલ છે મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી

 | 5:07 pm IST

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વિશ્વભરના દિગ્ગજ ખેલાડી હાજર છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ (IPL)ના બે ખિતાબ જીતી ચૂકી છે અને વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગની સફળ ટીમોમાંથી એક ટીમ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર મુંબઈના મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ટીમનો મુખ્ય કોચ પણ શ્રીલંકાનો મહાન બેટ્સમેન મહેલા જયવર્દને છે, જ્યારે કોચ ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર શેન બોન્ડ છે.

ઘણીવાર આટલા મોટા સ્ટારો વચ્ચે કેટલાક એવા નામ અને તેમની સ્ટોરીઓ બહાર આવી શકતી નથી. એવી જ એક સ્ટોરી અને એક નામ છે કુલવંત ખેજરોલિયા, જેની અસાધારણ સ્ટોરી લાખો યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે.

ખેજરોલિયાએ પાછલા વર્ષ સુધી ગોવાની એક રેસ્ટોરન્ટમાં વેટર હતો. 25 વર્ષિય ખેજરોલિયા રાજસ્થાનના જૂન્જૂનૂ ડિસ્ટ્રીક્ટના રહેવાસી છે. શરૂથી જ ક્રિકેટના શોખીન આ યુવાએ લગભગ 1 વર્ષ પહેલા કામની શોધમાં ગોવા તરફ આવ્યો હતો. વેટરની નોકરી છોડીને ખેજરોલિયા પોતાના અધૂરા સપના પૂરા કરવા માટે દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હતા.

ખેજરોલિયાએ આ વાતની ગંધ પણ તેમના પરિવારને આવવા દિધી નહતી અને જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદમાં પોતાના દોસ્તનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ જોઈન્ટ કરી રહ્યાં છે. દિલ્હીમાં આવીને તેને એલબી શાસ્ત્રી ક્લબ સાથે જોડાઈ ગયો, જેમાં ગૌતમ ગંભીર, નિતીશ રાણા અને ઉન્મુક્ત ચંદ જેવા મોટા ક્રિકેટર્સ આપ્યા છે. ક્લબના મેન્ટર ભારદ્વાજની દેખરેખમાં ખેજરોલિયાએ અથાગ પરિશ્રમ કર્યો અને ટૂંક સમયમાં જ એક ફાસ્ટ લેફ્ટઆર્મ બોલરના રૂપમાં સામે આવ્યા હતો. ખેજરોલિયાની પ્રતિભાને જોતા IPL 2017ની લિલામીમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે 10 લાખમાં ખરીદ્યો હતો.

વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે રમતા ખેજરોલિયાએ પોતાના ફર્સ્ટ કલાસ ડેબ્યુ કર્યું હતું, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે તેઓ આ સિઝનમાં હજુ સુધી એકપણ IPL મેચ રમી શક્યો નથી. વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગમાં રમવા માટે ખેજરોલિયાને હજુ વધારે રાહ જોવી પડશે. જોકે, તેઓ નિશ્ચિત રૂપે સંતુષ્ટ હશે કે, પાછલા વર્ષે લોકોના ખાવાના ઓર્ડર લેનાર આજે હરભજન સિંહ, રોહિત શર્મા, કેરોન પોલાર્ડ અને લસિંથ મલિંગા જેવા મહાન ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરી રહ્યો છે.