Kumar Kanani son and Lady police constable clash audio goes viral
  • Home
  • Featured
  • કોની શું ભૂલ? કુમાર કાનાણીનું નિવેદન આવ્યું સામે, કહ્યું- મારો છોકરો કોઈ ગુનેગાર છે?, ઓડિયો ક્લીપ કરી વાયરલ

કોની શું ભૂલ? કુમાર કાનાણીનું નિવેદન આવ્યું સામે, કહ્યું- મારો છોકરો કોઈ ગુનેગાર છે?, ઓડિયો ક્લીપ કરી વાયરલ

 | 11:16 am IST

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર વિવાદમાં આવતા હવે રાજકીય ધમાસાણ મચ્યું છે. કુમાર કાનાણીના પુત્ર દ્વારા મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યા હોવાના આરોપ છે. કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રી કરફ્યું દરમિયાન રોકવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ ઘટના બાદ ગત મોડી રાતે કોન્સ્ટેબલ સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી માહિતી મળી છે. સુરતના વરાછા મીની હીરાબજારમાં મહિલા પોલીસે કાનાણીના દીકરાને રાત્રે 10:30 વાગ્યા(કરફ્યું સમય) રોકતા બબાલ થઈ હતી. આ ઘટના બાદ રાજકીય ગરમાવો વધી જતા હવે કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે દીકરાનો પક્ષ લેતા મહિલા પોલીસની કાર્યવાહીની રીત સામે સવાલ ઉભા કર્યા છે.

માહિતી મુજબ કુમાર કાનાણીએ કહ્યું કે,‘મારો છોકરો કોઈ ગુનેગાર છે?, મારો દીકરો મારી ગાડી લઈને ગયો તો બાર્ડ કાઢી નાખે? મારા છોકરાની એક ભુલ પકડી લીધી. પરંતુ મહિલા પોલીસે જે ગાળો દીધી તે બધી માફ છે? ફેમિલીમાં ન સાંભળી શકાય તેવી ગાળો બોલે છે? કાયદાનો ભંગ કર્યો છે તો કાર્યવાહી કરો.’



વધુ એક ઓડિયો ક્લીપ થઈ વાયરલ:

આ સમગ્ર મામલે હવે વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં મહિલા પોલીસકર્મીના અભદ્ર વર્તનનો આરોપ છે. મંત્રી કુમાર કાનાણી પોતે સોશિયલ મીડિયામાં સામે આવી આ 29 સેકેન્ડનો ઓડિયો વાયરલ કર્યો છે અને પોતે સાચા હોવાનો દાવો કર્યો છે. આ સાથે મંત્રીએ લોકોને પોતાની તરફ જોડાવા મેસેજ પણ વાયરલ કર્યો છે.

માહિતી મુજબ કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા પર મેસેજ કરી લખ્યું કે,‘થોડું વિચારો….આ કલીપ સાંભળો અને મનોમંથન કરો તમને આખી સ્થિતિનો ખ્યાલ આવશે. બીજું કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય એટલે સ્વાભાવિક છે આપણે આપણાં નજીકના પ્રતિનિધિનો સંપર્ક કરતા હોઈએ છીએ અને આ ઘટનામાં એજ બન્યું છે બીજું કાંઈ છે જ નહીં. આવી ગાળો અને આવું વર્તન તમારી સાથે થયું હોય તો તમે શું કરો? વિચારો..જાણો..જોવો..અને પછી મૂલ્યાંકન કરો’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન