કુમાર બિરલાની સંપત્તિમાં આવ્યો સૌથી મોટો કડાકો, નુકસાનનો આંકડો જાણી ચોંકી ઉઠશો

આઈડિયા-વોડાફોનની આર્થિક કટોકટીને કારણે દેશનાં પ્રમુખ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની નેટવર્થમાં મોટી ખોટ જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં બિરલાની નેટવર્થમાં 21500 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 2017ના અંતથી અત્યાર સુધી તેઓની નેટવર્થમાં એક તૃતીયાંશનો ઘટાડો થયો છે.
બિરલા સમુહે આઈડિયાને વોડાફોન સાથે મળીને દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની બની ગઈ હતી. આ કંપની પાસે 37 કરોડ ગ્રાહક છે. કંપનીએ ગત અઠવાડિયે કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી ખોટ કરી હતી. જેનાથી લાગ્યું કે બંને કંપનીઓ દેવાળિયું ફૂંકશે. જો કે AGRના મુદ્દે સરકાર દ્વારા બે વર્ષની રાહત મળવાથી કંપની આગળ વધી શકી છે. વોડાફોન બાદ આદિત્ય બિરલા સમૂહે પણ પોતાની ટેલિકોમ કંપનીમાં કોઈ નવું રોકાણ ન કરવાની ઘોષણા પણ કરી હતી.
બ્લૂમબર્ગનાં રિપોર્ટ પ્રમાણે વોડાફોન-આઈડિયામાં 45 ટકા ભાગેદારી વોડાફોનની છે. તો ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીની 12 ટકા, બિરલા ટીએમટીની એક ટકા, હિંડાલ્કોની 3 ટકા અને 11 ટકા ભાગેદારી બિરલાની અન્ય કંપનીઓની છે. તો પબ્લિક પાસે 29 ટકા શેર છે. તેમની નેટવર્થ બે વર્ષ પહેલાં 9.1 અરબ ડોલર હતી, જે હવે ફક્ત 6 અરબ ડોલર (43056 કરોડ) રૂપિયા થઈ ગઈ છે.
આ વીડિયો પણ જુઓઃ
લોપા મુદ્રા અને નિત્યાનંદિતાએ કર્યું ફેસબુકમાં લાઇવ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન