કર્ણાટકમાં જેમના કારણે ભૂકંપ સર્જાયો, તેમની સુંદર પત્ની થઈ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કર્ણાટકમાં જેમના કારણે ભૂકંપ સર્જાયો, તેમની સુંદર પત્ની થઈ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

કર્ણાટકમાં જેમના કારણે ભૂકંપ સર્જાયો, તેમની સુંદર પત્ની થઈ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

 | 7:01 pm IST

 

કર્ણાટકની રાજનીતિ મહત્વના મોડ પર છે. કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે શક્તિ પ્રદર્શન થશે. તે પહેલા જ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન નેતા કુમારસ્વામી ચર્ચામાં છે. તેમના ચર્ચામાં હોવાનું કારણ માત્ર કર્ણાટકની રાજનીતિ જ નથી, પરંતુ એકવાર ફરીથી તેમનું અંગત જીવન સમાચારમાં છે. આવું પહેલીવાર નથી થયું, કે અંગત જિંદગીને કારણે તેઓ ચર્ચામાં છે. પરંતુ આ પહેલા પણ તેમના લગ્નને લઈને અનેક વિવાદો થયા છે. એટલું જ નહિ, તેમના લગ્ન કાયદાકીય દાવપેચમા પણ ફસાયા હતા. સોશિયલ મીડિયાન રાજનીતિ વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર તેમની પત્ની રાધિકા ટ્રેન્ડ કરી રહી છે.

6 વર્ષ પહેલા જ્યારે સાઉથની ફેમસ એક્ટ્રેસ રાધિકા સાથે કુમારસ્વામીના ગુપચૂપ લગ્નના સમાચાર સામે આવ્યા હતા, તો કોઈને ભરોસો થયો ન હતો. તે સમયે કર્ણાટકની રાજનીતિ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બધા માટે હોટ ટોપિક હતો. 2016મા એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા રામ્યાએ કન્નડ એક્ટ્રેસની સાથે કુમારસ્વામીના ગૂપચૂપ લગ્ન અને એક બાળકી હોવાનો ખુલાસો કર્યો હતો.

કુમારસ્વામી અને રાધિકા, બંનેના આ બીજા લગ્ન છે. આ પહેલા કુારસ્વામીએ અનીતા સાથે 1986માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક દીકરો પણ છે, જેનું નામ નિખીલ ગૌડા છે. તો રાધિકાના પણ આ બીજા લગ્ન છે. તે પહેલા 2002 સુધી તેમના પતિ રતન કુમાર હતા. આ લગ્ન બે વર્ષ પહેલા ચાલ્યા હતા.