Kumar Vishwas Answer About Will He Join BJP Or Not
  • Home
  • Featured
  • …તો હવે BJP જોઇન કરશે ‘AAP’નાં પૂર્વ નેતા કુમાર વિશ્વાસ? આપ્યો આવો જવાબ

…તો હવે BJP જોઇન કરશે ‘AAP’નાં પૂર્વ નેતા કુમાર વિશ્વાસ? આપ્યો આવો જવાબ

 | 5:25 pm IST

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે? શું પાર્ટી અંદરથી ચહેરો હશે કે પછી બહારથી કોઈને લાવવામાં આવશે? આને લઇને સતત અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન શું કવિ અને આમ આદમી પાર્ટીનાં પૂર્વ નેતા કુમાર વિશ્વાસ બીજેપી જોઇન કરી શકે છે? સતત ચાલી રહેલી અટકળો વચ્ચે કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેઓ હજુ કતારમાં છે.

BJP કોને બનાવશે મુખ્યમંત્રી પદનો ચહેરો?

ટ્વિટર પર એક ટ્વિટનો જવાબ આપતા કુમાર વિશ્વાસે લખ્યું કે, ‘તેઓ અત્યારે પ્રવાસી ભારતીયોનાં એક કાર્યક્રમમાં કતારમાં છે, શું અહીથી જોઇન કરી લઉં?’ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલનું નામ નક્કી છે અને પાર્ટી પોતાના સંસ્થાપકનાં નામ પર જ ચૂંટણી લડશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે પડકાર એ છે કે કોને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર બનાવવામાં આવે.

પહેલા પણ કુમાર વિશ્વાસને લઇને લાગી ચુકી છે અટકળો

આવું પહેલીવાર નથી જ્યારે કુમાર વિશ્વાસની ભારતીય જનતા પાર્ટી સાથે આવવાની અટકળો ચાલી રહી છે. આ પહેલા પણ અનેકવાર આવા સમાચારો આવી ચુક્યા છે, પરંતુ દર વખતે કુમાર વિશ્વાસ આને નકારતા રહ્યા છે. આ પહેલા કુમાર વિશ્વાસની ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા જવા અને લોકસભાની ચૂંટણી લડવાની અટકળો લાગી ચુકી છે. ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઘણીવાર તેઓ ખુલીને પ્રધાનમંત્રીની પ્રશંસા કરી ચુક્યા છે. આ ઉપરાંત તેમના રાષ્ટ્રવાદી ટ્વિટ પણ ચર્ચામાં રહે છે.

કુમાર વિશ્વાસ ઘણા સમય પહેલાથી જ આમ આદમી પાર્ટીથી અંતર બનાવી ચુક્યા છે. તેઓ રાજસ્થાનમાં પ્રભારી તરીકે કામ કરી ચુક્યા છે અને કેટલીક સ્થાનિક ચૂંટણીમાં જીત પણ અપાવી ચુક્યા છે, પરંતુ સતત અરવિંદ કેજરીવાલનાં વિરોધ પછી તેઓ આપથી અલગ થઈ ગયા. મંગળવારનાં જ્યારે આમ આદમી પાર્ટીએ ટિકિટની વહેંચણી કરી ત્યારે પણ તેમણે કટાક્ષ કર્યો હતો.

આ વિડીયો પણ જુઓ: નિર્ભયા કેસને લઈ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન