Kumar Vishwas react on Eng win Final Match of WC 2019
  • Home
  • Sports
  • Cricket
  • નેતાજીએ ઇંગ્લેન્ડની જીત પર કરી જોરદાર મશ્કરી, ટ્વીટ કરી કહ્યું- જો અમે જીત્યા હોત તો…

નેતાજીએ ઇંગ્લેન્ડની જીત પર કરી જોરદાર મશ્કરી, ટ્વીટ કરી કહ્યું- જો અમે જીત્યા હોત તો…

 | 3:57 pm IST

આઈસીસી વર્લ્ડ કપ-2019નો ખિતાબ ઇંગ્લેન્ડના નામે થયો છે. 14 જુલાઈના રોજ લોર્ડસના મેદાન પર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને નાટકીય તરીકે હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 44 વર્ષ બાદ ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ જીત પર સોશિયલ મીડિયા પર ફેન્સ સતત અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન હવે કવિ કુમાર વિશ્વાસે પણ એક ટ્વીટ કર્યું છે.

કવિ કુમાર વિશ્વાસે રમુજી અંદાજમાં ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની જીત બાદ કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું કે,‘અમે જીત્યા હોત તો ધુમાડો-ધુમાડો કરી દેતા. એક આ લોકો છે. કેટલા બેસ્વાદ લોકો છે આ ગોરા તો.’ કુમાર વિશ્વાસે આ ટ્વીટ સાથે ઇંગ્લેન્ડની એક રોડનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં સડક પર લોકો હોવા છતા શાંત માહોલ છે.

આપને જણાવી દઈએ કે રવિવારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં 50 ઓવરની મેચ સાથે સુપર ઓવર પણ ટાઈ રહી હતી. પરંતુ આઈસીસીના નિયમ મુજબ બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે, ઈંગ્લેન્ડને 242 રનોનો લક્ષ્ય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન