કર્ણાટક ચૂંટણી પરિણામ : કિંગમેકર બનતાં બનતાં શું કિંગ બનશે કુમારસ્વામી ? - Sandesh
  • Home
  • India
  • કર્ણાટક ચૂંટણી પરિણામ : કિંગમેકર બનતાં બનતાં શું કિંગ બનશે કુમારસ્વામી ?

કર્ણાટક ચૂંટણી પરિણામ : કિંગમેકર બનતાં બનતાં શું કિંગ બનશે કુમારસ્વામી ?

 | 4:11 pm IST

કર્ણાટક વિધાનસભામાં ચૂંટણીના પરિણામોની તસ્વીર હજી સુધી સાફ થઈ રહી નથી. ભાજપ પાસે બહુમતથી કેટલીક બેઠકો ઓછી રહેવાની શક્યતા રહેલી છે. જે સ્થિતિમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસ તરફથી મોટો દાવ રમવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે જેડીએસ નેતા કુમારસ્વામીને સીએમ બનાવવા માટેના સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

ખાસ વાત એ છેકે એકઝિટ પોલ સમયે જેડીએસને કિંગમેકર બતાવવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે કુમારસ્વામી કિંગ બનતા લાગી રહ્યા છે. શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાના ટક્કર જોવા મળી રહી હતી. ભાજપે 100નો આંકડો પાર કર્યો છે પરંતુ બહુમતીથી દૂર છે. કોંગ્રેસે જેડીએસને આગળ કરીને ભાજપને રોકવા માટેનો દાવ રમ્યો છે.

કર્ણાટક ચૂંટણીના પરિણામ આવાના બે દિવસ પહેલા જ નવાં રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા હતા. ભાજપ-કોંગ્રેસ બંને પોતાનું બહુમતથી દૂર છે ત્યારે જેડીએસના સહયોગથી સરકાર બનાવવા માટેનો પ્લાન-B પર કામ શરૂ થઈ ગયું છે. જે જોતાં હવે જેડીએસની ભૂમિકા મહત્વની બનતી જોવા મળી રહી છે. જે સ્થિતિમાં કુમારસ્વામી કિંગમેકરથી કિંગ બનતાં લાગી રહ્યા છે.

આ તરફ રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દલિત સીએમ કાર્ડની જાહેરાત કરી હતી. જે પછી હાલમાં એવી પણ વાતો સામે આવી રહી છે કે કોંગ્રેસ કુમારસ્વામીને મુખ્યમંત્રી પદ ઓફર કરી રહ્યું છે. તેમજ જેડીએસને 14 મંત્રી સુધીની ઓફર કરવામાં આવી રહી છે. આ સ્થિતિ ઉપરાંત ઘણાં કોંગ્રેસના સમીકરણ પર હાલ ભાજપની નજર રહેલી છે. તેમજ જેડીએસના દેવગૌડા 1994માં મુખ્યમંત્રી બન્યા હતા. જે પછી ફરી એક વખત નવા પરિમાણો જોવા મળી શકે છે.

વર્ષ 2004માં જેડીએસ અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી હતી. કોંગ્રેસના ધરમ સિંહને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2006માં જેડીએસ ગઠબંધન સરકારમાંથી અલગ થયું હતું. ત્યારબાદ પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. વારા પછી વારો સમજુતી હેઠળ કુમારસ્વામી જાન્યુઆરી 2006માં સીએમ બન્યા. પરંતુ આગામી વર્ષે કુમારસ્વામી ભાજપથી અલગ થયા અને તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને આપતા પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગું થયું હતું.