કુંભમેળામાં જનારા ભક્તો માટે મધ્ય રેલવેની ૨૦ વિશેષ ટ્રેનો - Sandesh
  • Home
  • Kumbh Mela
  • કુંભમેળામાં જનારા ભક્તો માટે મધ્ય રેલવેની ૨૦ વિશેષ ટ્રેનો

કુંભમેળામાં જનારા ભક્તો માટે મધ્ય રેલવેની ૨૦ વિશેષ ટ્રેનો

 | 12:44 am IST

। મુંબઈ ।

કુંભમેળા માટે પ્રયાગરાજ ખાતે જતા ભાવિકો માટે મધ્ય રેલવે દ્વારા ૨૦ વિશેષ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવશે. લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી ગોરખપુર/ઝુસી (પ્રયાગરાજ), પુણે-ઝુસી અને નાગપુર-પ્રયાગરાજ વચ્ચે ૨૦ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. એલટીટીથી ઝુસી માટે ૬ વિશેષ ટ્રેનો દોડાવાશે. ૦૧૦૮૭ વિશેષ ટ્રેન ૧૬, ૨૩ અને ૩૦ જાન્યુઆરીના રોજ એલટીટીથી મધરાતે ૧૨.૪૫ કલાકે રવાના થશે અને બીજા દિવસે બપોરે ૨.૩૦ કલાકે ઝુસી પહોંચશે. ૦૧૦૮૮ વિશેષ ટ્રેન ૧૭, ૨૪ અને ૩૧ જાન્યુઆરીએ ઝુસી થઈ સવારે ૯.૧૫ કલાકે રવાના થશે અને બીજા દિવસે સવારે ૮.૨૦ કલાકે એલટીટી પહોંચશે. એલટીટીથી ગોરખપુર અઠવાડિયામાં ૬ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ૦૧૧૧૫ વિશેષ ટ્રેન ૧૨, ૧૯ અને ૨૬મી જાન્યુઆરીના રોજ એલટીટીથી મધરાતે ૧૨.૪૫ કલાકે રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૩૫ કલાકે ગોરખપુર પહોંચશે. ૦૧૧૧૬ વિશેષ ટ્રેન ગોરખપુરથી ૧૩, ૨૦ અને ૨૭ જાન્યુઆરીના રોજ બપોરે ૨ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે એલટીટી મધરાતે ૧૨.૩૫ કલાકે પહોંચશે. બાન્દ્રા ટર્મિનસથી પ્રયાગરાજ વચ્ચે ૦૯૦૮૧ વિશેષ ટ્રેન ૧૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૬.૪૦ કલાકે રવાના થશે તેમજ પ્રયાગરાજથી બાન્દ્રા ટર્મિનસ માટે ૦૯૦૮૨ વિશેષ ટ્રેન ૧૮મી ફેબ્રુઆરીએ સાંજે ૬.૩૦ કલાકે રવાના થશે. આ બંને ટ્રેનો અઠવાડિયામાં બે વાર ચાલશે.

;