કુંભમેળાની બદનામી શા માટે? - Sandesh
  • Home
  • Kumbh Mela
  • કુંભમેળાની બદનામી શા માટે?

કુંભમેળાની બદનામી શા માટે?

 | 12:36 am IST

ઝીરો લાઈન :- ગીતા માણેક

આઠ-દસ વર્ષના એક દીકરાને ટિફ્નિ પકડાવી તેની નોકરી કરતી મા સવાર-સવારમાં કહે છે કે ‘આજે તારા દાદાજીની વરસી છે. તો મંદિરમાં જઈને પંડિતજીને જમાડી આવને!’ દીકરો થોડાક ચબરાકિયા પ્રશ્નો પૂછે છે કે તો શું દાદાજી એક વર્ષથી ભૂખ્યા છે? પંડિતજીને ખવડાવવાથી દાદાજીને પહોંચી જશે વગેરે વગેરે. સર્વસામાન્યપણે સમાજમાં જોવા મળે છે એવી આ ડિગ્રીધારી મોડર્ન મમ્મીને પુરાણો કે હિન્દુ ધર્મના કર્મકાંડ પાછળના તર્ક અને સિદ્ધાંતોની ખબર નથી અને એટલે તે આ બાળકને સંતોષકારક ઉત્તરો નથી આપી શકતી. છોકરો પંડિતને જમાડવા મંદિર જાય છે, પણ મંદિરને તાળું છે. તે ફ્રતો-ફ્રતો મસ્જિદમાં પહોંચી જાય છે અને મૌલવીને એ ટિફ્નિ ખાવાનું કહે છે. પહેલાં તો મૌલવી તેને મંદિરના પૂજારી પાસે જ જવાનો આગ્રહ કરે છે, પણ છોકરો કહે છે કે તમે કહો છો કે ભગવાન એક જ છે અને જેમ મારી મા મને ટીકુ, પિતા રોકી કહીને બોલાવે છે પણ મારું નામ રાહુલ છે એમ ભગવાનના પણ અલગ-અલગ નામ છે. મતલબ કે સર્વધર્મ એક જ છે એવી બધી ડાહી-ડાહી વાતો કરે છે અને મૌલવી એ ટિફ્નિ ખાઈ લે છે.

આ વાર્તા છે એક શોર્ટફ્લ્મિની જે આજકાલ સોશિયલ મીડિયા પર ફ્રી રહી છે. આ લઘુ ફ્લ્મિનું નિર્માણ, દિગ્દર્શન, અભિનય અને સંવાદો પહેલી નજરે તો મન મોહી લે છે. આપણને લાગે છે કે આ ફ્લ્મિ સર્વધર્મ સમભાવની વાત કરી રહી છે. પછી ખ્યાલ આવે છે કે આપણા બધા રીતિ-રિવાજો, પરંપરાઓ, પ્રથાઓ, તહેવારો, ધાર્મિક કર્મકાંડ બધાને ધીબેડવાનું, મૂર્ખ ચિતરવાનું જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે એનો જ આ એક હિસ્સો છે.

કથિત ધર્મનિરપેક્ષ લોકોનો એક આખો વર્ગ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, શોર્ટફ્લ્મિો, ફીચર ફ્લ્મિો, ટેલિવિઝન અને મેળાવડાઓમાં ઉધઈની જેમ ફેલાઈ રહ્યો છે. હોળીનો તહેવાર આવે એટલે આ લોકો આપણને કહે છે હાય, હાય તમે તો કેટલું પાણી વેડફે છો? દિવાળી આવે એટલે તેમને ધ્વનિ અને વાયુપ્રદૂષણની યાદ આવે છે. જન્માષ્ટમીમાં મટકી ફેડવાના બહાને આપણે નાના-નાના છોકરાંઓના માથા ફેડાવી લઈએ છીએ, નવરાત્રિ પછી કેટલા ગર્ભાપાત થાય છે એના આંકડાઓ ફેલાવવામાં આવે છે.

અત્યારે પ્રયાગરાજ ખાતે કુંભમેળો ચાલી રહ્યો છે તો એક અંગ્રેજી અખબારના ભારતીય તંત્રીએ લખ્યું કે કુંભમેળામાં ભક્તોની ચિક્કાર ભીડ થાય છે કારણ કે દેશમાં બેકારીની સમસ્યા વધી છે. મતલબ કે કુંભમેળામાં જનારાઓ બધાં નવરા અને કામધંધા વિનાના લોકો છે. હકીકતમાં વિશ્વમાં આ કદાચ એકમાત્ર એવો ધાર્મિક મેળાવડો હશે જ્યાં આટલી મોટી સંખ્યામાં સાધુ, સંતો અને ભક્તો એકઠાં થતાં હશે. આપણે ભલે સરકારી તંત્રને ગાળો ભાંડતા પણ દર ચાર વર્ષે કુંભમેળાઓનું આયોજન થાય છે. થોડાક છૂટક બનાવોને બાદ કરતા આટલી મોટી ભીડ જમા થવા છતાં કોઈ અનિચ્છનીય બનાવો બનતા નથી. પરંતુ આપણી પરંપરાને ધુત્કારતા આ પ્રચારકોને આપણા કોઈપણ તહેવારો, ઉત્સવોમાં કશુંય હકારાત્મક દેખાતું જ નથી!

એક મહાત્માએ કુંભમેળાનું મહાત્મ્ય સમજાવતાં કહ્યું કે ૮મી સદીમાં શંકરાચાર્યજીએ કુંભમેળાની પરંપરાનો ઉપયોગ દેશભરમાં ફેલાયેલા સાધુ-સંતોને એક જગ્યાએ એકત્રિત કરવા માટે કર્યો. ચાણક્ય બાદ શંકરાચાર્યજી ધર્મસંસ્થાપના અર્થે આખા દેશમાં જે કાર્ય કર્યું એનો એક હિસ્સો હતો- દેશભરના ધર્મપુરુષોને એક સ્થાન પર એકત્રિત કરવા. કુંભમેળામાં દેશના ચારેય ખૂણેથી આવેલા આ સંતો-સાધુઓ ભેગા મળીને માત્ર ધર્મની જ નહીં પણ સમાજની સ્થિતિ વિશે પણ ચર્ચા-વિચારણા કરે. પ્રજાની સમસ્યાઓ, પ્રશ્નો વિશે ચર્ચાવિચારણા કરી, જરૂર પડે તેમના હિત માટે શાસકો પર દબાણ લાવી તેમને મદદરૂપ થાય. ઉપરાંત શાસ્ત્ર અને ધર્મને લગતી ચર્ચા-વિચારણા, સાધના થાય એ તેનો ઉદ્દેશ હતો.

હવે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ઊર્જા ક્યારેય મરતી નથી. જ્યારે આ સંતોની અને શ્રદ્ધાપૂર્વક આવેલા ભક્તોની પોઝિટિવ ઊર્જા એક સ્થાન પર સંચિત થાય ત્યારે ફ્ક્ત એ ક્ષેત્ર જ નહીં દેશભરમાં એક કેવો પ્રભાવ સર્જે! એ પણ વૈજ્ઞાનિક તથ્ય છે કે કોઈપણ ઊર્જાને જળ વધુ સારી રીતે સંગ્રહિત કરી શકે છે. એ જ તો કારણ છે કે આપણે ત્યાં નદીઓને પવિત્ર ગણવામાં આવી. દરેક ધાર્મિક કાર્ય નદી, સરોવરના કિનારે થાય છે. કુંભમેળામાં ઉપાર્જિત થયેલી ઊર્જા નદીઓના જળ વાટે દેશભરમાં પ્રસરે છે.

આ બધી સૂક્ષ્મ બાબતો જાડી બુદ્ધિના પ્રચારકોની સમજની બહાર છે. આપણે ભારતીયો સહિષ્ણુ પ્રજા હોવાને કારણે લાંબા સમયથી આ કુ-પ્રચારકોને અવગણતા રહ્યા છીએ. પરંતુ હવે કુ-પ્રચારની આ ઉધઈ આપણી નવી પેઢી સુધી તીવ્રતાથી પ્રસરી રહી છે. સહિષ્ણુ હોવું એટલે બેવકૂફ કે નામર્દ હોવું નહીં એ દેખાડવાનો સમય આવી પૂગ્યો છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન