NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આવી દેખાય છે સોહાની દીકરી, ઈન્સ્ટા પર શેર કર્યો ઈયાનાનો પહેલો ફોટો

આવી દેખાય છે સોહાની દીકરી, ઈન્સ્ટા પર શેર કર્યો ઈયાનાનો પહેલો ફોટો

 | 10:47 am IST

બોલિવુડમાં હાલ સ્ટાર કિડ્સની જોરદાર ચર્ચા ચાલી રહી છે. સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની દીકરી ઈયાના પણ તેમાં સામેલ થઈ છે. 28 સપ્ટેમ્બરના રોજ જન્મેલી ઈયાનાની એક ઝલક સોહા અને કુણાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોહાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાની દીકરી અને પતિ કુણાની તસવીર શેર કરી છે, જે જોરદાર વાઈરલ થઈ રહી છે. ફોટામાં કુણાલ પોતાની દીકરીને હાથમાં લઈને ઉભો છે.

ડિલીવરીના થોડા દિવસ પહેલા જ સોહાએ લખ્યું હતું કે, તે પોતાનો જન્મદિવસ પોતાના સંતાન સાથે સેલિબ્રિટ કરવા ઈચ્છે છે, અને એવું જ થયું હતું. 28 સપ્ટેમ્બરના રોજ તેણે દીકરીને જન્મ આપ્યો હતો.