Kunal Khemu Daughter Inaya Singing Birthday Song for Father
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્યૂટ ઈનાયાએ પિતા કુનાલ ખેમુને આપી સૌથી ખાસ ગિફ્ટ, વાયરલ થયો Video

ક્યૂટ ઈનાયાએ પિતા કુનાલ ખેમુને આપી સૌથી ખાસ ગિફ્ટ, વાયરલ થયો Video

 | 6:58 pm IST

બોલિવૂડ એક્ટર કુનાલ ખેમુ અને સોહા અલી ખાન લગભગ વર્ષ પહેલા એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા હતા. જેનું નામ ‘ઈનાયા’ રાખવામાં આવ્યું છે. કુનાલ ખેમુએ પત્ની સોહા અલી ખાન અને તેની દીકરી ઈનાયા સાથે શનિવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ હાજર રહ્યા હતા. જોકે બધા લોકોએ તેમને શનિવારે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ સૌથી ખાસ બર્થડે વિશ મળી દીકરી ઈનાયા પાસેથી.

કુનાલ ખેમુએ તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરી ઈનાયાનો એક ક્યૂટ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ઈનાયા જાયલોફોન ગાતી નજરે આવી રહી છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે ઈનાયા મ્યુઝિક પ્લે કરવાની સાથે-સાથે પિતા માટે બર્થડે સોંગ પણ ગાતી દેખાઈ રહી છે. ઈનાયાની આ ક્યૂટ વિશ જોઈ પિતા કુનાલ ખેમુ ખૂબજ ખુશ થયો અને વીડિયો પોસ્ટ કરી આને બર્થડેનું સૌથી ખાસ ગિફ્ટ ગણાવ્યું. કુનાલ અને સોહા ઘણી વખત તેની દીકરી સાથે સ્પોટ થાય છે જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન