કુંડળીના દોષને દૂર કરવા શ્રાવણ માસના સોમવારે આ રીતે કરો શિવજીની પૂજા - Sandesh
  • Home
  • Astrology
  • કુંડળીના દોષને દૂર કરવા શ્રાવણ માસના સોમવારે આ રીતે કરો શિવજીની પૂજા

કુંડળીના દોષને દૂર કરવા શ્રાવણ માસના સોમવારે આ રીતે કરો શિવજીની પૂજા

 | 12:11 pm IST

જીવનમાં સમસ્યાઓ શા માટે આવે છે અને તેનું સમાધાન કેવી રીતે લાવવું તે બંન્ને પ્રશ્નોના જવાબ જ્યોતિષશાસ્ત્રમાંથી મળી શકે છે. કર્મના ફળ ઉપરાંત વ્યક્તિને સારી ખરાબ ગ્રહદશાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં સર્જાતા આવા દોષમાંથી જ એક છે કુંડળીના કેન્દ્રસ્થાનનું ખાલી હોવું. કુંડળીમાં ગ્રહોની અસર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો કુંડળીમાં કેન્દ્ર સ્થાન ખાલી હોય તો તે જાતકને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો આજે સરળ રીતે જાણીએ કે કુંડળીમાં કયો ગ્રહ કેવું ફળ આપે છે અને રીક્ત કેન્દ્રસ્થાન હોય તો તેના માટે કયા ઉપાય કરવા.

કુંડળીમાં ચાર કેન્દ્રસ્થાન હોય છે. જે પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દસમ ભાવ હોય છે. આ ભાવ જીવનમાં સુખ-સમૃદ્ધિ, દાંપત્ય અને કર્મના કારક હોય છે. જો કેન્દ્રમાં શુભ ગ્રહ હોય તો જાતક લક્ષ્મીપતિ હોય છે. પરંતુ જો કેન્દ્રમાં જ ઉચ્ચના સ્થાને પાપ ગ્રહ હોય તો જાતકની અઢળક સંપત્તિનો પણ નાશ થઈ જાય છે અને તે નિર્ધન થઈ જાય છે.

જાણો કયો ગ્રહ કેવું ફળ આપે છે

-સૂર્ય જો ઉચ્ચનો હોય અને ગુરુ કેન્દ્રમાં હોય અને તે ચતુર્થ સ્થાને બેઠેલો હોય તો એ જાતક તેના ક્ષેત્રમાં ઉચ્ચપદને પામે છે.

-સૂર્ય કેન્દ્રમાં હોય તેવા જાતક રાજાનો સેવક, ચંદ્ર કેન્દ્રમાં હોય તો તે વેપારી, મંગળ કેન્દ્રમાં હોય તે વ્યક્તિ સેનામાં કાર્ય કરે છે.

-બુધ કેન્દ્રમાં હોવાથી જાતક અધ્યાપક તથા ગુરુ કેન્દ્રમાં હોવાથી વિજ્ઞાની, શુક્ર કેન્દ્રમાં હોવાથી ધનવાન અને વિદ્યાવાન હોય છે. શનિ કેન્દ્રમાં હોવાથી તે નિમ્નજનોની સેવા કરનારો હોય છે. જો કેન્દ્રમાં કોઈપણ ગ્રહ ન હોય તો તે જાતક અનેક સમસ્યાઓથી પરેશાન હોય છે.

જ્યારે કોઈપણ ગ્રહ કેન્દ્રમાં ન હોય તો શ્રાવણના સોમાવરે આ ઉપાયો કરવા

– સોમવારનું વ્રત અવશ્ય કરવું.

– ભગવાન શિવને ચાંદીનો નાગ અર્પણ કરવો.

– 108 બીલીપત્રો ચડાવી ઓમ નમ: શિવાય મંત્રની માળા કરવી.

– શિવલિંગ પર કાચું દૂધ, ઘી, મધનો અભિષેક કરવો.