kundali what is budh aditya yoga read important facts
  • Home
  • Astrology
  • હસ્તરેખામાં હોય છે બુધાદિત્ય યોગ, જાણો કેવી થાય છે અસર

હસ્તરેખામાં હોય છે બુધાદિત્ય યોગ, જાણો કેવી થાય છે અસર

 | 4:39 pm IST

વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ જાતકની કુંડળીમાં કોઈ સ્થાન પર સૂર્ય અને બુધ શુભ સ્થિતિમાં થઈને એક જગ્યાએ બેસે છે તેમના પર અશુભ ગ્રહની દૃષ્ટી ના હોય તો બુધાદિત્ય યોગ બને છે. જન્મકુંડળીની જેમજ હસ્તરેખા શાસ્ત્રમાં બુધાદિત્ય યોગ બને છે. આ જાતકની હથેળીમાં સૂર્ય અને બુધ પર્વતના મિલનથી થાય છે. બુધાદિત્ય યોગ સૂર્ય અને બુધ એકસાથે હોય તો બુધાદિત્ય યોગ બને છે. આવા જાતક સૂર્ય સમાન તેજસ્વી હોય છે. રાજકારણમાં બહુ સફળ થાય છે. મેનેજમેન્ટમાં અધિકારી બને છે.

હાથમાં કેવી રીતે બને છે બુધાદિત્ય યોગ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર અનામિકા આંગળીના મુળમાં સૂર્ય પર્વત હોય છે અને કનિષ્ઠિકા આંગળીમાં બુધ પર્વત હોય છે સામાન્ય રીતે લોકોના હાથમાં બંને પર્વત અલગ અલગ સ્થાન પર હોય છે. અને તેમની વચ્ચે ગેબ હોય છે પણ જે જાતકના હાથમાં આ બંને પર્વત મળેલા હોય તેમના હાથમાં બુધાદિત્ય યોગ બને છે. સૂર્ય અને બુધ પર્વત એકબીજા સાથે મળેલા હોય અને તેના પર કોઈ અશુભ ચિન્હ ન હોય તો આ યોગ ફળ આપે છે. આ યોગ બંને હાથમાં કોઈ પણ હોઈ શકે છે.

સૂર્ય અને બુધ એકસાથે હોય તો આ યુતિને ‘બુધાદિત્ય યોગ’ કહેવામાં આવે છે. આવી વ્યક્તિઓ ચતુર અને બળવાન હોય છે. જોકે મોટેભાગે સૂર્યથી બુધ નજીક રહે છે. આથી મોટાભાગના લોકોની કુંડળીમાં આ યુતિ જોવા મળી શકે છે, પરંતુ ગ્રહો કેટલા અંશથી નજીક છે અને કઇ રાશિમાં આ જોડાણ થાય છે તેના આધારે તેનાં પરિણામો અલગ અલગ હોય છે. આવા વ્યક્તિઓની વાતચીત કરવાની કળા ખુબજ સારી હોય છે. તેઓના વિચારો, લક્ષ્ય અને વાણીમાં સ્પષ્ટતા જોવા મળે છે.

બુધાદિત્ય યોગ સાથે જો હોય આવું તો પડે છે આ પ્રભાવ

જે જાતકની હથેળીમાં બુધાદિત્ય યોગ અને ક્રોસ, તેમજ આડી અવળી ત્રાસી રેખાઓ, ત્રિકોણ બીન્દુઓ તારાનું ચિહ્ન હોય તો જાતકને બુધાદિત્ય યોગનું શુભ ફળ નથી આપતુ. આવુ થાય તો જાતક આળસુ, ધનનો વ્યય કરનાર અને પ્રતિષ્ઠાને દાવ પર લગાવી દેનાર હોય છે. ખોટા કામોથી અને વ્યસનોથી આવા જાતક જીવનને બરબાદ કરી નાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન