કુર્લા રેલવે કમ્પાઉન્ડની દીવાલ ધસી પડતાં ૪ને ઇજા - Sandesh
  • Home
  • Mumbai
  • કુર્લા રેલવે કમ્પાઉન્ડની દીવાલ ધસી પડતાં ૪ને ઇજા

કુર્લા રેલવે કમ્પાઉન્ડની દીવાલ ધસી પડતાં ૪ને ઇજા

 | 1:35 am IST

। મુંબઈ ।

મધ્ય રેલવેના કુર્લા સ્ટેશનને લાગીને આવેલા રેલવેના કમ્પાઉન્ડની ભીંત શુક્રવારે સવારે ૯:૫૦ વાગ્યે તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ૪ જણ ઘાયલ થયા હતા.

કુર્લા વેસ્ટમાં રેલવેની ટિકિટ વિન્ડો સામે આવેવી રામ મહલ હોટલની ગલ્લીમાં આવેલા રેલવેના કમ્પાઉન્ડની ભીંતનો કેટલોક ભાગ શુક્રવારે સવારે ૯:૫૦ વાગ્યે તૂટી પડયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં તરત જ ફાયરએન્જિન ઘટનાસ્થળે ધસી ગયું હતું. આ ભીંત તૂટી પડવાના કારણે ૩૦ વર્ષનો સિરાજ, ૨૯ વર્ષનો લાખન ખાતલ, ૪૦ વર્ષનો લક્ષ્મણ પાટીલ અને ૫૮ વર્ષના આમિર કાસિન ઘાયલ થયા હતા. તેમને તરત જ નજદીકની ભાભા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

જ્યાં ડોક્ટરોએ તેમની ઇજા ગંભીર ન હોવાનું જણાવી તેમને સારવાર કરી ઘરે જવા રજા આપી હતી.

જોકે એ દિવાલ સ્ટેશન પાસેજ આવેલી હોવાથી ત્યાં રાહદારીઓની ઘણી જ અવરજવર રહેતી હોવાથી તેમને હાડમારી ભોગવવી પડી હતી. તુટેલી દિવાલનો કાટમાળ ઉઠાવી લીધા બાદ પરિસ્થિતિ સામાન્ય થઇ હતી.

;