Kutch Abadasa MLA Pradhyuman Singh Jadeja son firing video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • કોંગ્રેસ MLA પ્રદ્યુમનસિંહના પુત્રના ફાયરિંગ Video વાયરલ, જુદી જુદી બંદૂકથી કર્યું ધાંય ધાંય

કોંગ્રેસ MLA પ્રદ્યુમનસિંહના પુત્રના ફાયરિંગ Video વાયરલ, જુદી જુદી બંદૂકથી કર્યું ધાંય ધાંય

 | 5:44 pm IST

ક્ચ્છમાં આવેલ અબડાસાના કોંગ્રેસ MLA પ્રદ્યુમનસિંહના પુત્રના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં પ્રદ્યુમનસિંહના પુત્ર જયદીપસિંહ જાડેજા જુદી જુદી 3 બંદૂકથી હવામાં ધડાધડ ફાયરિંગ કરે છે. મળતી માહિતી મુજબ જયદીપસિંહ વીડિયોમાં રિવોલ્વરથી ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ, 12 બોર ગનથી 2 રાઉન્ડ ફાયરિંગ અને બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સ્પષ્ટ થયા છે.

જો કે, કોંગ્રેસ MLA પ્રદ્યુમનસિંહના પુત્ર જયદીપસિંહ જાડેજાના આ ફાયરિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હવે જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ તપાસના આદેશ આપ્યા છે. માહિતી મુજબ તેમને કહ્યું કે આ વાયરલ વીડિયો અંગે તપાસ હાથ ધરવામાં આવશે કે જયદીપસિંહે આ ફાયરિંગ વીડિયો ક્યારે અને કઈ જગ્યાએ બનાવ્યા. ત્યાર બાદ પોલીસ નિયમો અનુસાર કાર્યવાહી કરાશે. બીજી તરફ પ્રદ્યુમનસિંહે પુત્રના ફાયરિંગ વીડિયોને લઈ કહ્યું કે ‘પાક રક્ષણ લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યુ’. ઉપરાંત તેમને ફરીવાર આવુ ન બને તેની ખાતરી પણ આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન