મુંબઈમાં કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરને ગ્લોબલ એક્સિલેન્સી એવોર્ડ એનાયત, જુઓ મોડલિંગ તસવીરો
મુંબઈ (Mumbai) ખાતે ગ્લોબલ એક્સિલેન્સી એવોર્ડસ (Global Excellence Awards) સમારોહમાં મૂળ કચ્છ (Kutch)ની અભિનેત્રી કોમલ ઠક્કર (Actress Komal Thakkar)ને મોસ્ટ સ્ટાઈલિસ ફિલ્મ અભિનેત્રીને (Most Stylish Movie Actress)નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
કોમલ ઠક્કરને તેમના સ્ટાઈલિશ લુક સાથે એક સામાન્ય નાગરિક તરીકે યુનાઈટેડ નેશન (UN) સાથેના ડિપ્લોમેટિક મિશન ફોર ગ્લોબલ પીસ (Diplomatic Mission for Global Peace) ના હેતુને ધ્યાનમાં રાખીને તેઓનું યોગદાન અનન્ય હોવાને લીધે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આજ સુધી જ્યાં ગૌદાન કે દીકરીના શિક્ષણ માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હોય ત્યાં તેમણે શોમાં ફ્રીમાં હાજરી આપી છે. અનેક શૂટિંગ તેમણે અસામાન્ય વ્યક્તિની પ્રગતિ માટે યોગદાનમાં ફ્રીમાં કર્યા છે.
કોમલ સાથે વાત કરતાં જણાવ્યું છે કે, મારા 2021ના નવા વર્ષની શરૂઆત એવોર્ડ મેળવીને થઈ છે. એવોર્ડ સાથે તેમને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે.
કુરેશ સંગરવાલાના જણાવ્યા અનુસાર વિશ્વ માનવ અધિકાર દિવસ (World Human Rights Day) ની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ એવોર્ડ ફિલ્મ, મીડિયા, બિઝનેસ, એકેડમી, ફેશન એમ કુલ પાંચ શ્રેણીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ આપવામાં આવે છે. આ પાંચ શ્રેણીને આવરી લેતા એફએમબીએએફ એવોર્ડસ માટે શ્રેષ્ઠ વ્યક્તિઓની પસંદગી પોતાના ક્ષેત્રમાં તેમણે આપેલા કામના યોગદાનને આધારે નક્કી થાય છે. આ એવોર્ડ માટે યુનાઈટેડ નેશન શાંતિ અને માનવાતાના હેતુને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન