કચ્છમાં BJPની ચૂંટાયેલી મહિલા સદસ્ય પર રેપ, વચેટિયાઓએ દુષ્કર્મી પાસે તોડ કર્યાની ચર્ચા - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છમાં BJPની ચૂંટાયેલી મહિલા સદસ્ય પર રેપ, વચેટિયાઓએ દુષ્કર્મી પાસે તોડ કર્યાની ચર્ચા

કચ્છમાં BJPની ચૂંટાયેલી મહિલા સદસ્ય પર રેપ, વચેટિયાઓએ દુષ્કર્મી પાસે તોડ કર્યાની ચર્ચા

 | 12:53 pm IST

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાનો દાવો કરનાર શાસક પક્ષ ભાજપના જ એક ચૂંટાયેલા મહિલા લોકપ્રતિનિધિ પર કચ્છના એક ગામનવા યુવા ખેડૂતે કથિતપણે બળાત્કાર હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાઓ માટે વધુ અપમાનજક વાત એ છે કે આ ઘટનાના કારણે પક્ષની આબરુના ચીરેચીરા ન ઉડે તે માટે પાર્ટીના કેટલાક સ્થાનિક આગેવાનોએ આ મહિલા પર દબાણ કરી ધાકધમકી આપી પોલીસ ફરિયાદ નહીં કરવા મનાવી લીધી છ. જોકે, મહિલાનો પતિ સમાધાનના મુદ્દે સંમત ન થતાં આ મહિલા સદસ્યનુ ઘર ભાંગવાને આરે આવ્યું છે.

આ ઘટનાની વિગતો મુજબ માંડવી તાલુકાના એક ગામમાંથી ચૂંટાયેલા ભાજપના આ મહિલા સદસ્ય પર ગઈ તા. 3જીએ ગણપતિ ઉત્સવ દરમિયાન ઘરે એકલા હતા અને પાછળા ફળિયામાં શૌચ અર્થે ગયા ત્યારે તેમની પાછળ રહેતા ભુપેન્દ્ર નામનો યુવક દિવાસ કુદીને અંદર ઘુસી આશરે ત્રીસી વટાવેલી આ મહિલા ઉપર રેપ કર્યો હતો. આ વેળાએ ગણપતિ ઉત્સવના ઘોંઘાટના કારણે મહિલાની બુમો કોઈએ ન સાંભળી ન હતી. દુષ્કર્મથી હેબતાયેલી મહિલાએ ચાર દિવસ સુધી પતિથી આ વાત છુપાવી હતી. ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં તા.7મીએ મહિલાએ પોતાના પતિને આ ઘટના અંગે જાણ કરતાં પતિએ ઉશ્કેરાઇને પત્નિને લાકડીથી ફટકાર્યા બાદ ગામના આગેવાનોને ઘટના અંગે વાકેફ કરતા બળાત્કારી યુવકની પૂછપરછમાં તેણે બળાત્કાર કર્યો હોવાની વાત સ્વીકારી હતી. ભુલ થઈ ગઈ હોવાનું જણાવી આગેવાનોને સમાધાન માટે વિનંતી કરી હતી. આ શખ્સે માંડવી તાલુકા ભાજપના આગેવાોના કાકલુદી કરતાં તેઓ પણ ગામમાં દોડી આવ્યા હતા.

આ તમામે પીડીતાને પોલીસ ફરિયાદ થશે તો પાર્ટીની આબરૂ જશે એમ કહી મહિલા ફરિયાદ નહિં કરવા સમજાવી લીધી હતી. જોકે, પીડિત યુવતીનો પતિ આ સમાધાનને સ્વીકારવા તૈયાર ન હોવાથી તેમણે પોતાની પત્ની પર પોલીસ ફરિયાદ કરવા ધરાર દબાણ કર્યું હતું. પણ પત્ની ભાજપના આગેવાનોના દબાણને વશ થઈ ગઈ હોવાથી તે ફરિયાદ કરવા ધરાર તૈયાર થઈ ન હતી. આથી પતિ-પત્ની વચ્ચે તિરાડ પડી છે અને પતિએ પત્નીને ફરી એકવાર માર મારીે તેના પીયર મોકલી દીધી હોવાનું જણાવા મળ્યું છે.

આ અંગે પીડિત યુવતીના પતિનો સંપર્ક સાધતા તેમણે આ વાતનો સ્વીકાર કરીને પોતાની પત્ની ભાજપ વાળાઓના દબાણમાં આવીને ફરિયાદ કરવાની ના પાડતી હોવાથી પોતે આ વાતથી નારાજ થઈને તેને ઘરમાંથી કાઢી મુકી હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.

વચેટિયાઓએ બળાત્કારી પાસે તોડ કર્યાની ચર્ચા
બળાત્કારનો ભોગ બનેલા ભાજપના મહિલા સદસ્ય અને દુષ્કર્મી વચ્ચે સમાધાન સાધવામાં ભૂંડી ભૂમિકા ભજવનારા કથિત આગેવાનોએ પીડિતાને પૈસા આપવાના નામે દુષ્કર્મી પાસેથી મોટી રકમ ખંખેરી લીધી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

પત્ની ફરિયાદ નહીં કરે તો છૂટાછેડા આપીશઃ પતિ
ભાજપના જ મહિલા અગ્રણીનો ઘર સંસાર દાવ પર લાગ્યો છે. પતિના જણાવ્યા મુજબ મારી પત્ની ભલે ભાજપ આગેવાનોની વાતમાં આવી ગઈ હોય પણ જ્યાં સુધી તે પોલીસ ફરિયાદ નહીં કરે ત્યાં સુધી તેને હું મારા ઘરમાં આવવા નહીં દઉ. પછી મારે ભલે છૂટાછેડા લેવા પડે. પતિ એ ગમે તે ભોગે ન્યાય મેળવવા પણ મન બનાવી લીધું છે.