કચ્છ:દરિયામાં બે બોટ ઉંધી પડતા 14 ખલાસીઓ દરિયામાં ખાબક્યા,3ના મૃત્યુ - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છ:દરિયામાં બે બોટ ઉંધી પડતા 14 ખલાસીઓ દરિયામાં ખાબક્યા,3ના મૃત્યુ

કચ્છ:દરિયામાં બે બોટ ઉંધી પડતા 14 ખલાસીઓ દરિયામાં ખાબક્યા,3ના મૃત્યુ

 | 3:42 pm IST

આજે વહેલી સવારે કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માંગરોળની બે બોટ ઉંધી પડી જતાં કુલ 14 જેટલા ખલાસીઓ દરિયામાં ખાબક્યા હતા. આ પૈકીના 3 ના મોત થયા હતા જ્યારે 11નો બચાવી લેવાયા છે. 3 માછીમારોના મોતને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના શાંતિલાલ દમા પવનીયાની માલિકીની રત્નેશ્વરી બોટ જીજે 11 એમ.એમ. 1356 તથા વિનોદભાઈ ભાદ્રેચાની માલિકીની દર્શન બોટ જીજે 11 એમ.એમ. 530 આજે સવારે કચ્છના કોરીક્રીક વિસ્તારમાં માચ્છીમારી કરવા માટે ગઈ હતી. તે દરમિયાન આ બન્ને ઉંધી થઈ હતી જેમાં રત્નેશ્વરી બોટના 7 ખલાસીઓના જીવ બચી ગયા હતા જ્યારે દર્શન બોટના 7 ખલાસીઓ પૈકી 3 ખલાસીઓના મોત થયા હતા અને 4 ખલાસીઓનો બચાવ થયો હતો.

આ વિસ્તારમાં ઉગ્ર મોજા ઉછળતા હોય અને જીવતી રેતી એટલે કે રબડી જેવી રેતી હોય જેને કારણે આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રત્નેશ્વરી અને દર્શન બન્ને બોટ સંપૂર્ણપણે નાશ પામી છે જેને કારણે બન્ને બોટમાલિકોને આર્થિક નુકસાન થયું હોવાનું પણ જાણવા મળે છે.