Kutch Man ahd His Team Airlift 1500 Indians stranded in UAE
  • Home
  • Corona
  • કચ્છનાં યુવાનોએ કરી સોનુ સુદ જેવી પ્રશંસનીય કામગીરી, 1500 ભારતીયોઓને એરલિફ્ટ કરી વતન મોકલ્યા

કચ્છનાં યુવાનોએ કરી સોનુ સુદ જેવી પ્રશંસનીય કામગીરી, 1500 ભારતીયોઓને એરલિફ્ટ કરી વતન મોકલ્યા

 | 5:57 pm IST

એક કહેવત છે એક કચ્છી જ્યાં વસે ત્યાં આખું કચ્છ વસાવી લેતો હોય છે. UAEમાં ગુજરાતના કચ્છી યુવાનોએ આવું જ કંઈ સાર્થક કરી બતાવ્યું છે. ભારતમાં સોનુ સુદ પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવા માટે મસીહા સાબિત થયો હતો એ વાત તો આપણને સૌને ખબર છે. પણ UAEમાં સ્થાયી થયેલાં ચાર કચ્છી યુવાનોએ સોનુ સુદની જેમ જ રાત-દિવસ મહેનત કરીને કોરોનાના લોકડાઉનમાં ફસાયેલાં 1500 કરતાં વધુ લોકોને એરલિફ્ટ કરાવીને પોતાના વતન પહોંચાડવા મદદ કરી છે.

ભારતમાં થયેલાં લોકડાઉન દરમ્યાન શહેરોમાં ફસાયેલાં શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે સોનુ સુદે જે કામગીરી કરી છે તેની દુનિયાભરમાં વાહવાહી થઈ રહી છે. પણ આવું જ કામ ગુજરાતના કચ્છી યુવાનોએ પણ કરી બતાવ્યું છે. છેલ્લા 16 વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા અને બિઝનેસ કરતાં કચ્છ ભચાઉના યુવાન ભરત જોશી અને તેમની ટીમમાં કુંજન પટેલ, જાનકી પંચાલ, પ્રતાપ મેર નામના યુવાનોએ ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરીને અત્યાર સુધી 8 જેટલી ચાર્ટડ ફ્લાઇટ ગુજરાત મોકલી છે. અને 1500 કરતાં વધુ ભારતીયોને એરલિફ્ટ કરાવ્યા છે. જેમાં મોટા ભાગનાં લોકો ગુજરાતીઓ છે.

લોકડાઉન દરમ્યાન જે રીતે ભારતમાં શ્રમિકો ફસાયા હતા, તેવી જ કંઈ હાલત વિદેશમાં ગયેલા ભારતીયોની પણ હતી. આ સમય એવો હતો જ્યારે તેમાંના કેટલાક લોકોની નોકરી છૂટી ગઈ હતી, કેટલાક પાસે ભાડા ભરવાના કે જમવાના પણ રૂપિયા બચ્યા ન હતા. આવા સમયે ગુજરાતના મૂળ કચ્છી યુવાન ભરત જોશીએ આગળ આવીને ભારતીયોને મદદ કરવાનું બીડું હાથમાં લીધું, અને એમ્બેસી સાથે સંપર્ક કરીને આવા ભારતીયો અને ગુજરાતીઓને પરત પોતાના વતન મોકલવા મહેનત કરી છે. ચાર્ટડ ફ્લાઇટ તેમણે લોકોના સહયોગ અને ટીમના ખર્ચે કરી હતી. જ્યારે જે લોકો ભાડું ચૂકવવા અસક્ષમ હતા તેમને પણ મદદ કરીને માનવતા બતાવી હતી.

હજી પણ હજારો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે. અને તેમને મદદની જરૂર લાગી રહી છે. ભરત જોશી અને તેમની ટીમે રાતદિવસ જોયા વગર વંદે ભારત મિશન યોજનાની મદદ વિના આ મહેનત પર પાડી છે. પોતાના વતન પહોંચનાર તમામ લોકોએ તેમની ટીમની કામગીરીને બિરદાવી છે. હજી પણ જેટલા લોકો ફસાયા છે એમની વિનંતીને સરકાર સાંભળે તેવી આશા તેઓ રાખી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદમાં 1344 પરિવાર રઝળી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન