Kutch Nakhatrana three Child Burn In the car
  • Home
  • Bhuj
  • કચ્છ: વાનમાં આગ લાગતા ત્રણ બાળકો જીવતા ભૂંજાયા

કચ્છ: વાનમાં આગ લાગતા ત્રણ બાળકો જીવતા ભૂંજાયા

 | 2:52 pm IST

કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જ્યાં એક સીએનજી વાનમાં અચાનક આગ લાગી ગઇ હતી. જેના કારણે વાનમાં સવાર એક જ પરિવારનાં ત્રણ બાળકોનાં બળી જવાથી મોત નિપજ્યા હતાં. ત્યાં જ ચાર અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છનાં નખત્રાણા અરલ ફાટક નજીક એક સીએનજી વાનમાં અચાનક આગ લાગી ગઇ હતી. ગેસથી દોડતી વાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ આગથી ત્રણ બાળકો બચી શક્યા ન હતા. અને આગમાં દાજી ઝવાને કારણે ત્રણે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાં દ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

સૂત્રો અનુસાર આ આગની ઘટનામા સામેલ તમામ સભ્યો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. આ મામલે નખત્રાણા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલ લોકોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન