કચ્છ સીમાએ પાકિસ્તાને ટાવર ઊભા કર્યા તો ભારતે પણ પોતાનું દળ વધાર્યું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કચ્છ સીમાએ પાકિસ્તાને ટાવર ઊભા કર્યા તો ભારતે પણ પોતાનું દળ વધાર્યું

કચ્છ સીમાએ પાકિસ્તાને ટાવર ઊભા કર્યા તો ભારતે પણ પોતાનું દળ વધાર્યું

 | 4:54 am IST

કાશ્મીરમાં છેલ્લા દસેક દિવસથી પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો ભંગ કરીને ભારતીય જવાનોને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા અલ્ટિમેટમને કારણે પડોશી દેશ કોઈ નાપાક હરકત કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતની કચ્છની ઇન્ડો-પાક. બોર્ડર પર પણ પાકિસ્તાન દ્વારા તેની મૂવમેન્ટ વધારી દેવામાં આવી છે. એક તરફ જ્યાં કચ્છ સીમાએ પાકિસ્તાને ઓપી ટાવર ઊભા કરવાની સાથે સાથે નવી પોસ્ટ ઊભી કરી દીધી છે તો ભારતે પણ અહીં તેનું દળ વધારી દીધું છે.

ભારત પણ કચ્છ સીમાએ એલર્ટ

આ અંગે જ્યારે સુરક્ષા સાથે સંકળાયેલા જવાબદાર વિવિધ દળનાં ટોપના ઓફિસર્સ સાથે ચર્ચા કરવામાં આવી તો તેમણે કહ્યું કે ભારત તમામ નાપાક હરકત ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. જે વાત મીડિયાને ખબર છે તેનાથી ભારતીય સુરક્ષા દળો કેવી રીતે બેખબર હોય તેવો પ્રશ્ન કરીને ખોંખારીને કહ્યું કે આપણે કોઈપણ સ્થિતિને ગણતરીની મિનિટોમાં જ પહોંચી વળવા માટે તૈયાર છીએ.

હરામીનાળાની સામે પાઈ પોસ્ટ

કચ્છનાં ક્રીક એરિયામાં હરામીનાળા વિસ્તારમાંથી થતી ઘૂસણખોરીને રોકવા માટે ભારતે અહીં ટ્રાય-જંકશન પોસ્ટ ઊભી કરી હતી. ત્યારબાદ આ એરિયામાંથી ભારતમાં ઘૂસવું મુશ્કેલ થઈ જતા પાકિસ્તાને તેનાથી આગળ આવેલા બોર્ડર પિલર નંબર ૧૧૬૬ની આસપાસનાં એરિયાનો લાભ ઉઠાવીને તેનાં માછીમારોને મોકલવાનું શરૂ કર્યું હતું. ભારતે અહીં પણ હરામીનાળા જેવી ટીજેપી ઊભી કર્યા પછી પાકિસ્તાને પણ પાઈ નામની પોસ્ટ ઊભી કરી છે. ભારતે આ એરિયામાં ઈલેક્ટ્રોલનિક સર્વેલન્સની સાથે સાથે નવી મિકેનાઈઝ બોટ તથા ફાસ્ટ એટેક બોટથી એન્ટિ કલોકવાઈઝ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

ધ્યાન હટાવવા કાંકરીચાળા કરી શકે છે

આગામી ૧પમી જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાનમાં રહેલા હક્કાની નેટવર્ક સહિતનાં આતંકીઓને પકડીને સોંપી દેવાનું અમેરિકાએ અલ્ટિમેટમ આપ્યું છે. કાશ્મીરમાં પણ પાકિસ્તાન કોઈપણ જાતની ઉશકેરણી વગર ભારતીય જવાનો ઉપર હુમલા કરીને વાતાવરણને તંગ બનાવી દીધું છે. ર૬મી જાન્યુઆરીએ ભારતનો ગણતંત્ર દિવસ છે. આમ એક પછી એક થઈ રહેલા ડેવલપમેન્ટને જોતાં કચ્છમાં સ્થિતી સુરક્ષાનાં જાણકારોએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે સામાન્ય રીતે ઠંડી માનવામાં આવતી કચ્છની બોર્ડર ઉપર નાપાક તત્ત્વો દુનિયાનું ધ્યાન કાશ્મીર તથા અમેરિકાનાં અલ્ટિમેટમથી હટાવવા માટે કાંકરીચાળો પણ કરી શકે છે.

દરમિયાન કચ્છથી મળતી વિગતો મુજબ કચ્છમાં લખપત વિસ્તારમાં પાકિસ્તાની સિગ્નલ પકડાયા હતા.