kutch the abduction of a trader of textiles
  • Home
  • Bhuj
  • કાપડના વેપારીનું બુકાનીધારીઓએ કારમાં કર્યું અપહરણ, પોલીસે તપાસ હાથ ધરી

કાપડના વેપારીનું બુકાનીધારીઓએ કારમાં કર્યું અપહરણ, પોલીસે તપાસ હાથ ધરી

 | 10:05 pm IST

કચ્છના આદિપુરમાં કાપડનાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. ત્રણ બુકનીધારીઓએ વેપારીની કારમાં તોડફોડ કરી હતી. વેપારી માતા સાથે કારમાં જઇ રહ્યાં હતાં ત્યારે વેપારીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે રૂપિયાના કારણે દિપક ખાટવાણીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. આદિપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ જિલ્લાના આદિપુરમાં કાપડના એક જાણીતા વેપારી આજરોજ જ્યારે પોતાના માતા સાથે જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. કાપડના વેપારી દિપક ખાટવાણી કાળા કલરની કારમાં જઇ રહ્યા હતા ત્યારે 3 બુકાનીધારી શખ્સોએ તેમની કાર અટકાવી હતી અને કારમાં તોડફોડ કરી તેમનું અપહરણ કર્યું હતું.

જો કે, આ ઘટના બાદ વેપારી ઈજાગ્રસ્ત હાલતમાં ભદ્રેશ્વર નજીકથી મળી આવતા તેમને તાત્કાલિક અસરથી નજીકના ગાંધીધામ ખાતે આવેલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દવાખાને પહોંચી હતી અને વેપારી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. પોલીસે કરેલ પ્રાથમિક તપાસમાં આ અપહરણ રૂપિયાને કારણે કરવામાં આવ્યુ હોય તેવું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને બુકાનીધારીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.